ટિપ્સ જે લાવે તમારી ગર્લફ્રેંડના ચહેરા પર સ્માઈલ

13 Mar, 2015

હંમેશા આપણે જોયું છે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ તે થોડુ પણ ઉદાસ હોય તો આપણને નથી ગમતું. એને હસાવવા આપણે બનતો પ્રયત્ન કરીએ છીએ. એની એક સ્માઈલ માટે કાંઈપણ કરવા તૈયાર હોઈએ. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો તમારા માટે થોડી ટિપ્સ છે જેનાથી તમારી ગર્લફ્રેન્ડ ખુશ રહી શકે.

  • એને તમે ખુબસુરત કહો પણ ક્યારેય એને સેક્સી કે હોટ ના કહો. એનો હાથ કેટલીક ક્ષણો માટે પક્ડો અને તેને અનુભવ કરાવો કે તમે એને બહું પ્રેમ કરો છો.
  • જો એ કોઈ વાતથી પરેશાન હોય તો એને હગ કરો અને તેને એહેસાસ કરાવો કે એ તમારા માટે ઘણી મહત્વની છે.
  • એની નાની નાની વાતોનું પણ ઘ્યાન રાખો. તેનાથી એને એ સ્પેશિયલ છે તેનો અનુભવ થશે.
  • એની સાથે ક્યારેક મસ્તી પણ કરી શકો જેમકે ગલીગલી કરવી, એને ઉંચકી લેવી, એની સાથે કુશ્તી કરવી વગેરે. હસાવવા માટે જોક્સ સંભળાવવા.
  • એની ભાવનાઓનું સન્માન કરે.