પરફ્યૂમની પસંદગી કરવા માટેની 6 ટિપ્સ

14 Jul, 2015

પરફ્યૂમની પસંદગી કરવી એ ખરેખર મુશ્કેલ કામ છે.  પરફ્યૂમ પર્સનાલિટીને નિખાર આપે છે. એક બહેતરીન ક્વોલિટીનું પરફ્યૂમ બેશક બજેટને થોડુંક વધારી દે, પરંતુ એ સાચું છે કે, એ આપના વ્યક્તિત્વને એક અપીલ આપે છે. સસ્તાં પરફ્યૂમ જ્યાં લાંબો સમય નથી ટકતા, ત્યાં મોંઘા પરફ્યૂમનો જરાક સ્પ્રે પણ તમને આખો દિવસ મહેંકાવી શકે છે.

1. પરફ્યૂમની તપાસ તમારી સ્કીન પર કરવી ખૂબ જરૂરી છે. જેથી તમને ખ્યાલ આવશે કે, એ પરફ્યૂમ તમને માફક આવશે કે નહીં, એની તપાસ તમારા કાંડાના પાછળના ભાગ પર અવશ્ય કરો.

2.ક્યારેય પણ બહુ મોટી બોટલ ન ખરીદો કે ન તો એક સાથે અનેક પરફ્યૂમની બોટલો ખરીદી લો. કેમ કે એક્સપાયરી થયા બાદ એની સુગંધ પણ ઘટતી જાય છે. એટલા માટે નાની બોટલ જ લો.

3.જો આપને કોઈ પણ પ્રકારની સ્કીન એલર્જી હોય તો પરફ્યૂમની પસંદગી ખૂબ જ સાવધાનીપૂર્વક કરો. જો આપની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય તો ઓછા આલ્કોહોલવાળું પરફ્યૂમ પસંદ કરો. બહેતર એ રહેશે કે, તમે નેચરલ પરફ્યૂમ જ ખરીદો. પરફ્યૂમને સીધેસીધું જ સ્કીન પર સ્પ્રે કરવાને બદલે કપડાં પર સ્પ્રે કરો. જો ત્વચા પર કોઈ પણ પ્રકારની લાલિમા, જલન કે તકલીફ મહેસૂસ થાય તો તુરંત જ ઠંડા પાણીથી એ જગ્યાને સારી રીતે સાફ કરી દો.

4.ઋતુ અનુસાર જ પરફ્યૂમ ખરીદો. ઉનાળામાં ફ્લોરલ કે સિટ્સ પરફ્યૂમ્સ સારાં રહે છે તો શિયાળામાં થોડું સ્પાઈસી કે તેજ સુગંધ ઉપયોગમાં લઈ શકો છો. એવી સુગંધ ખરાબ મૂડને પણ સુધારવાનું કામ કરી જાય છે.

5.પરફ્યૂમ અને ડિઓમાં ફરક હોય છે. ડિઓ એક પ્રકારની કોસ્મેટિક પ્રોડક્ટ છે, જે અંડર આર્મ્સમાં લગાવાય છે, જ્યારે પરફ્યૂમ સ્ટ્રોંગ હોય છે. ડિઓની ખુશ્બૂ થોડા કલાકો સુધી જ રહે છે, જ્યારે પરફ્યૂમ આખો દિવસ મહેંકે છે. કેટલીક વાર તો કપડાં ધોયા પછી પણ એની ખુશ્બૂ જતી નથી.

6.પરફ્યૂમ ઉપયોગમાં લેતી વખતે મોકો અને અવસરનો પણ ખ્યાલ રાખો. લગ્ન પ્રસંગ કે તહેવારમાં જેમ સ્ટ્રોંગ સુગંધનો ઉપયોગ કરી શકો છો, એમ હોસ્પિટલ કે કોઈ શોકના પ્રસંગે સ્ટ્રોંગ સુગંધ આપની સંવેદનહીનતાનો પરિચય આપે છે.