નવો હેડફોન ખરીદતા પહેલા આ વાતોનું જરૂર ધ્યાન રાખો, થઇ શકે છે નુકશાન

26 Oct, 2015

કેટલાય યૂઝર્સ મ્યૂઝીક સાંભળવા માટે હેડફોનનો ઉપયોગ કરતા હોય છે અને કેટલાક યૂઝર્સ નવા હેડફોન્સની ખરીદી કરતા હોય છે. અત્યારે હેડફોન્સ મેકર્સ કંપનીઓ યૂઝર્સ ફ્રેન્ડલી હેડફોન્સ બનાવવા માટે ક્વૉલિટીમાં જરૂર ફેરફાર કર્યો છે પણ તેને સગવડભર્યા બનાવવા તરફ કંક ખાસ ફેરફાર નથી કર્યો. એટલે યૂઝર્સે જરૂરિયાત અને સ્વાસ્થ્યને અનુરૂપ હેડફોન ખરીદવો ખુબ મુશ્કેલ કામ બની શકે છે.

નવો હેડફોન ખરીદતી વખતે આ વાતોને ખાસ ધ્યાનમાં રાખો
 
> ઇયરબડ્ઝ
 
આ સૌથી સામાન્ય ઇયરફોન્સ છે, આ ફોનની અંદર આખો ફીટ નથી થઇ શકતો અને ક્યારેક ક્યારેક કાનના આકારમાં તેને ઉપયોગ કરવો મુશ્કેલ બની શકે છે.
 
ખાસિયતોઃ પોર્ટેબલ, નાનું કદ અને ઓછી કિંમત
ખામીઓઃ સરરાશ સાઉન્ડ ક્વૉલિટી, બહારના અવાજથી મુશ્કેલી
કેમ ખરીદવો જોઇએઃ જો તમે ટ્રાવેલ કરવાના શોખીન હોય અને હંમેશા હેડફોન સાથે રાખવા ઇચ્છતા હોય તો આ બેસ્ટ છે.

> કેનલફોન્સ તથા કેનલબડ્ઝ
 
કેનલફોન્સ તમારા કાનમાં છેક અંદર સુધી ફીટ બેસી જાય છે, કેનલફોન્સનું રબરયુક્ત સંશોધિતરૂપ જ કેનલબડ્ઝ ઇયરફોન્સ છે.
 
ખાસિયતઃ પોર્ટેબલ, નાનું કદ, સારી સાઉન્ડ ક્વૉલિટી અને બહારના અવાજથી છુટકારો
ખામીઓઃ કેનલફોન્સ કાનોમાં ખુંચી શકે છે
કેમ ખરીદવાઃ બહારના અવાજોથી પરેશાન થતા હોવ અને માત્ર મ્યુઝીક પર જ ધ્યાન આપવા માગતા હોય તો આ ખરીદી શકો છો.

> લાઇટવેટ તથા ફૂલસાઇઝ

આ આગળ આપેલા બધા જ હેડફોન્સથી મોટા આકારના હોય છે. સાઉન્ડ ક્વૉલિટી નાના હેડફોન્સ કરતા સારી હોય છે અને ફૂલસાઇઝમાં વધુ સારી ક્વૉલિટી આપે છે.
 
ખાસિયતોઃ આરામદાયક, સારો બાસ, ફૂલસાઇઝમાં બેસ્ટ સાઉન્ડ
ખામીઓઃ મોટું કદ, ડિઝાઇન બરાબર ના હોવાથી બહારના અવાજોથી ખલેલ પહોંચે છે
કેમ ખરીદવાઃ સાઇઝનો પ્રોબ્લમ ના હોય અને સાઉન્ડ ક્વૉલિટીથી સાથે સમાધાન ના કરવા ઇચ્છતા હોય તો ફૂલસાઇઝ હેડફોન્સ જ ખરીદો.

> નૉઇઝ કેન્સલિંગ હેડફોન્સ

આ બેટરી પાવરનો ઉપયોગ કરીને બહારના અવાજોને ઓછો કરે છે. આમાં શોરબકોર વાળા વિસ્તારોમાં સ્પષ્ટ ઓડિયો સંભળાય છે.
ખાસિયતોઃ આરામદાયક, બહારનો અવાજ ઓછો કરવામાં કારગર
 
ખામીઓઃ મોટો આકાર, ઓડિયો સ્પષ્ટ પણ ક્વૉલિટી કમજોર
કેમ ખરીદવોઃ જો સારા બેટરી બેકઅપવાળા ડિવાઇસમાં જ હેડફોન વાપરતા હોય અને ક્વૉલિટીથી વધારે સ્પષ્ટ ઓડિયો પસંદ હોય તો આ ખરીદો.

> બ્લૂટૂથ સ્ટીરિયો

આ વાયરલેસ હેડફોન્સ મોબાઇલ, કૉમ્પ્યુટર તેમજ અન્ય બ્લટૂથ આધારિત ડિવાઇસ સાથે કનેક્ટ થઇ શકે છે. આમાં મ્યૂઝીકની સાથે સાથે વૉઇસ ફિચર પણ ઉપલબ્ધ છે.
 
ખાસિયતોઃ વાયરલેસ, આરામદાયક
ખામીઓઃ સરેરાશ સાઉન્ડ ક્વૉલિટી, વાયરલેસ કનેક્શનમાં વીકનેસની સમસ્યા
કેમ ખરીદવોઃ દોડવા અથવા તો એક્સરસાઇઝ દરમિયાન મ્યૂઝીક સાંભળવાના શોખીનો માટે આ બેસ્ટ છે.
 
 હેડફોન્સથી શરીર-આરોગ્ય પર શું થાય છે અસર
 
- વધારે વૉલ્યુમથી સાંભળવાની ક્ષમતા પર અસર પડી શકે છે.
શું કરવુઃ 15 મિનીટથી વધુ સમય સુધી ઇયરફોનનો ઉપયોગ ટાળો.
 
- ઇયરફોન શેર કરવાથી ઇયર ઇન્ફેક્શનની શંકા
શું કરવુઃ ઇયરફોન શેર ના કરો, હંમેશા ક્લિન હેડફોન યૂઝ કરો.
 
- હેડફોન કન્ટીન્યુ યૂઝ કરવાથી કાનના એર પેસેજ બ્લોક થઇ શકે છે, જેનાથી મવાદ કે દર્દની આશંકા
શું કરવુઃ કેનલફોન્સ તેમજ કેનલબડ્ઝનો ઉપયોગ ઓછો કરવો.

શું થઇ શકે છે નુકશાન
 
હેડફોનની સાઉન્ડ ક્વૉલિટીમાં તો ફેરફાર થઇ રહ્યા છે પણ તેને યૂઝર્સ ફ્રેન્ડલી અને સુવિધાજનક બનાવવાની દિશામાં કોઇ સંશોધન નથી દેખાતું
> વાયરલેસમાં ઓછો અને કમજોર વિકલ્પ, વાયરલેસ કરીએ ત્યારે સાઉન્ડ ક્વૉલિટીમાં ડલ થઇ જાય છે.
 
> ટીવી જેવા ઉપકરણોમાં વાયરલેસ હેડફોન સક્સેસ નથી, અને લાંબા સમય સુધી હેડફોન યૂઝ કરવા પણ શક્ય નથી.
 
> હેડફોન્સથી સ્વાસ્થ્ય પર પડતા કુપ્રભાવોને રોકવામાં કોઇ સફળતા નથી મળી.