નાની ઉંમરે પણ સફેદ વાળની સમસ્યા સતાવે છે તો અપનાવી જુઓ આ આસાન ટિપ્સ

29 Dec, 2014

આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ અને ફાસ્ટફૂડનું ચલણ  જે પ્રમાણ વધતુ જાય છે તે મજુબ ઘણી બધી સમસ્યાઓ શરિરમાં દિવસે ને દિવસે વધતી જાય છે.વાળનું ખરવું
અને સમયથી પહેલા તેનું સફેદ થવું એ આજે એક મહામારીનું રૂપ લઇ લીધું છે.તમામ પ્રયાસો અને દવાઓ બાદ પણ વાળનું ખરવાનું અને સફેદ થવાનુ જો અટકે નહી તો તેની પાછળ માત્ર શારીરિક કારણો નહીં પણ માનસિક મુશ્કેલીઓ જેમ કે તણાવ વગેરેની પણ મુખ્ય ભુમિકા હોય છે.

માત્ર દવાઓ જ વાળની સમસ્યા દુર થઇ જતી હોત તો આજે ધનવાન વર્ગનાં લોકને પણ તેમાંથી છુટકારો મળ્યો હોત,પરંતુ એવું નથી.અસલમાં વાળની સમસ્યાના પાછળ ઘણાં કારણ હોય છે,આમ જોઇએ તો સમસ્યાના મુળને પકડ્યા વગર સમસ્યા ઉકેલ લાવી શકાય નહિ.પરંતુ આપણાં આયુર્વેદનાં અહીં કેટલાક અનુભવી અને 100 ટકા અસરકારક ઉપાયો આપ્યા છે જે દરેક સ્થિતિમાં વાળની સમસ્યામાંથી છુટકારો આપી શકે છે. આવો જાણીએ આ ઉપાયો કયા છે

 • કોઇ જાણકાર વ્યક્તિ પાસેથી માર્ગદર્શન હેઠળ અને પોતાની ક્ષમતાનુસાર નિયમિત રૂપથી શીર્ષાસનનો અભ્યાસ કરો.
 •  બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો.ફાયદો થશે.
 •  દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો.વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.
 •  આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.
 •  દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે.
 •  તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.
 •  અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો. 7 મિનિટ પછી ધોઇ લો. વાળ કાળા થવા લાગશે. આ ઉપાય નિયમિત 10 દિવસ સુધી કરો.
 •  રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
 •  રાતના સુવાના સમયે નિયમિત રૂપથી ત્રિફળા ચુર્ણનું સેવન કરો.
 •  ભોજનમાં સલાડ અને ફળોનું સેવન અવશ્ય કરો.
 •  દરરોજ 3થી 4 કિમી સુધી મોર્નિંગ વોક પર અવશ્ય જાઓ.
 •  વધારે થી વધારે પાણી પીવો,ચા કૉફી જેવી ચીજોથી યથાસંભવ દુર રહો.
 •  તણાવને પોતાના પર હાવી ના થવા દો,ધ્યાન વગેરનો પોતાની દિનચર્યામાં સમાવેશ કરો.