માનો કે ન માનો ઘરની આ પાંચ ચીજો કરાવે છે પૈસાનું નુકસાન

23 Jan, 2016

આ વાસ્તુદોષને નજર અંદાજ કરવો તમને પડી શકે છે ભારે, માટે તાત્કાલિક કરાવો તેનો ઉપાય....

1. ધન રાખવાની દિશા
ધનમાં વૃદ્ધિ અને બચત ઈચ્છતા હોય તો તિજોરી કે આલ્મારી જેમાં ધન રાખતા  હોય તે દક્ષિણ દિશામાં એ રીતે રાખો કે તેનું મુખ ઉત્તર દિશામાં રહે.

2. નળમાંથી પાણી ટપકવું
ઘરના નળમાંથી પાણીનું ટપકવું  ખુબ જ સામાન્ય વાત ગણાય છે. પણ આ રીતે પાણીનું ટપકવું વાસ્તુશાસ્ત્રમાં ઘરની નાણાંકિય સ્થિતિ માટે ખરાબ ગણ્યું છે. પાણી ટપકવાથી ઘર ગળે છે. એટલે કે ખર્ચ વધતાં જ જાય છે. આર્થિક સ્થિતિ કફોડી બની જાય છે.3. બેડરૂમમાં હોવી જોઈએ ધાતુની વસ્તુઓ
જો બેડરૂમના ગેટની સામે  દીવાલ પર ધાતુની કોઈ વસ્તુ લટકાવેલી હોય તો તે ઈચ્છવા યોગ્ય સ્થિતિ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનું ક્ષેત્ર છે. આ દિશામાં દિવાલોમા તડ ન હોવી જોઈએ. તેનાથી આર્થિક નુકશાન પહોંચે છે.

4. ઘરમાં કબાડીખાનુ
ઘરમાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ, વાસણ કે નકામી ચીજોનો સંગ્રહ ન કરવો જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે.  તૂટેલો પલંગ, કબાટ કે લાકડીના બીજા સામાન પણ ઘરમાં ન રાખવા જોઈએ. આમ કરવાથી આર્થિક લાભમાં  કમી આવે છે. કબાડી ખાનું જમા થાય તેવો જ તેનો નિકાલ કરવો તે સૌથી શ્રેષ્ઠ છે.5. ઘરનું વાસ્તુ અને પાણીનો નિકાલ
વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીનો નિકાલ સૌથી મહત્વપૂર્ણ ચે જો તે યોગ્ય દિશામાં ન હોય તો તેનાથી પણ આર્થિક સંકટ વેઠવું પડે છે. જો પાણીનો નિકાલ દક્ષિણ કે પશ્રિમ દિશામાં હોય તો તે શુભ ગણાય છે.