લગ્ન નથી થતા તો જાણો આ બાબતો થશે ઉપયોગી

18 Apr, 2015

જુવાન થયા બાદ મોટાભાગના યુવાનોને લગ્ન કરવાની ઉતાવળ હોય છે. ઘણીવાર એવા સંજોગો ઊભા થાય છે કે ઘણા લોકોને આજીવન કુંવારા રહેવાનો વારો આવતો હોય છે. જોકે આ માટે બીજા કોઈ નહીં પણ પોતાની ટેવો જવાબદાર હોય છે. સંબંધોને બનાવવાને માટે મહત્વનું છે કે એકબીજાને જાણ્યા વિના, સમજ્યા વિના અને ઝડપથી કોઇ નિર્ણય લેવો નહીં. જો તમે ઉતાવળમાં કોઇ સ્ટેપ લો છો તો તે તમારા માટે નુકસાન કરી શકે છે.

પોતાની ગર્લફ્રેન્ડની વાતને કાપીને પોતાનું જ્ઞાન પીરસનારા લોકો તેમને ગમતા હોતા નથી. એવા લોકો જે કોઇપણ જગ્યાને મહત્વ આપતા નથી, દરેક વાતમાં ખામી કાઢે છે. પોતાની સમજના ઢોલ વગાડે છે, તેઓ સારા લાઇફ પાર્ટનર બની શકતા નથી.

છોકરીઓનું માનવું છે કે જે લોકો પોતાની ભૂલનો સ્વીકાર કરવાથી ડરે છે અને સાથે તેમાં કોઇપણ જૂઠાણું બોલતા અચકાતા નથી તેઓ સારા જીવનસાથી સાબિત થતા નથી. તેથી ભૂલોને ખુલ્લા દિલથી સ્વીકારતા શીખો.

રિલેશનશીપમાં એકબીજા પર આધારિત રહેવું સારી વાત છે, પણ સાથે કોઇની પર પોતાનું કામ કે પોતાને થોપી દેવું તે અલગ છે. આ વાત તમારા વ્યવહારથી સરળતાથી ખ્યાલ આવી જાય છે. એવા છોકરાઓને છોકરીઓ જલ્દી નકારે છે.

જે લોકો એમ માને છે કે વાયદાઓ તોડવાને માટે હોય છે તેઓનો તો ભગવાન પણ સાથ આપતા નથી, તો છોકરીઓ શું આપે? વિશ્વાસ આપવો અને કરવો તે સંબંધને મજબૂત કરે છે. જો તમે વાયદો તોડી દો છો તો તમારા લાઇફ પાર્ટનર બનવાના ચાન્સ ઓછા રહે છે.