કપિલ શર્માના નવા શોમાં હોસ્ટ કરશે આ બોલ્ડ અભિનેત્રી, જુઓ તસવીરો

20 Mar, 2018

 આજે અમે તમારા એક સમાચાર લઇને આવ્યા જે જાણીને તમે ખુશીથી ઉછળી પડશો. જાણવા મળ્યા મુજબ નાના પડદા પર ફરી એકવાર કપિલ શર્માની વાપસી થવાની છે. એવા સમાચાર છે કે તે એક કોમેડી ગેમ શો દ્વારા ટીવી પર ફરી એકવાર જબરદસ્ત કમબેકની તૈયારી કરી રહયો છે. એ તો સાફ છે કે કપિલ શર્માની જેમ તેની ટીમના પણ સદસ્ય કોઇના કોઇ કારણ સમાચારમાં આવતા રહે છે પરંતુ હવે કપિલ પોતાના નવા શોમાં એક એવી એન્કરને લઇને આવી રહયો છે જેની ખુબસુરતીના દરેક દિવાના છે.

જી હા દોસ્તી જે ખુબસુરત એન્કરની અમે વાત કરી રહયા છીએ કે તેને તમે ઘણી સારી રીતે જાણો છો તે ઘણી ખુબસુરત અને પોતાની બોલ્ડ અદાઓથી તેણે બધાને પોતાના દિવાના કર્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે આ વખતે કપિલના શોમાં તેની સાથે મે આઇ કમ ઇન મૈડમની બોલ્ડ અભિનેત્રી નેહા પેંડસે પણ હોસ્ટિંગ કરવાની છે.
 

કપિલના નવા શોને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. જાણવા મળ્યા મુજબ કપિલનો આ શો ગેમ સાથે જોડાયેલો છે અને સાથે જ કોેમેડી પણ હશે, આ રીતનો ભારતીય ઇતિહાસમાં પહેલા કયારેય પણ નથી આવ્યો.

 

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે નેહાનો જન્મ ૨૯ નવેમ્બર ૧૯૮૪માં મહારાષ્ટ્રના મુંબઇમાં થયો હતો પેંડસેએ મરાઠી, તમિલ, તેલગુ અને હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે કેપ્ટન હાઉસ, પડોસન, ખુશી અને હસરતે જેવી ટીવી શોમાં પણ કામ કર્યું છે. ૧૯૯૦ના દાયકામાં જયારે તે બાળકી હતી ત્યારે ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે આ સિરીયલમાં કામ કર્યું હતું. જેમાં તેને ઘણી સફળતા મળી હતી.

કપિલના નવા શોમાં નેહાની એન્ટ્રીથી લોકો ઘણા ખુશ છે અને આ બંનેને સાથમાં નોકઝોક કરતા જોવા ઇચ્છે છે. કપિલના આ નવા શો પહેલા એપિસોડમાં અજય દેવગણ આવવાનો છે અને ઘણો જ જલ્દી આ શો ટીવી પણ દેખાશે.