લોકોને હચમચાવતી સાઇનસની બીમારીને જડથી દૂર કરશે આ 10 Foods!

06 Nov, 2014

શ્વાસ લેવામાં તકલીફ થવી, ગભરામણ, માથામાં દુખાવો, મુખ બેસ્વાદ થઇ જવું વગેરે તકલીફ સાઇનસથી પીડિત વ્યક્તિ સારી રીતે સમજી શકે છે. સાઇનસનો ઇલાજ દવાઓની સાથે યોગા વગેરેથી પણ કારગર છે, પરંતુ એક સારી ડાયટ પણ તમારી આ પરેશાનીથી તમને રાહત આપી શકે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે એવા થોડા ફુડ્સ વિશે જેને તમે તમારી ડાયટમાં સામેલ કરી તમે સાઇનસથી છુટકારો મેળવી શકો છો.
 
1-તીખું ભોજનઃ-
 
તીખું ભોજન જેમકે મરી, લાલ મરચું, લીલું મરચું વગેરેનું વધારે સેવન કરવાથી તે કફને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને કફ રહેતો હોય તો આ ખોરાક તમારા કફને દૂર કરે છે. સાઇનસનું મૂળ કારણ કફ છે માટે જો કફ દૂર થશે તો સાઇનસમાં આપમેળે જ આરામ મળશે. સાથે જ, તમે આરામથી શ્વાસ લઇ શકો છો. પરંતુ જે લોકોને એસિડ રિફ્લેક્સ (છાતીમાં દુખાવો અને હ્રદયમાં દુખાવો) હોય, તેવા વ્યક્તિઓએ આ વસ્તુના સેવનથી બચવું જોઇએ.

2-લસણઃ-
 
લસણમાં એલિસિન નામનું એન્જાઇમ મળી આવે છે, જે સાઇનસને વધારનાર બેક્ટેરિયા અને વાઇરસને દૂર કરે છે. માટે તમારે તેને તમારી ડાયટમાં સામેલ કરવું. સાથે જ, એક લસણ અને એક ડુંગળીને એક સાથે પાણીમાં ઉકાળીને તેનો નાસ લેવો, આ ઉપાય કરવાથી સાઇનસમાં થતા માથાના દુખાવામાં રાહત આપે છે. સાથે જ, તમે રોજ કાચા લસણની એક કળી ખાવાથી પણ સાઇનસ ઇન્ફેક્શનથી રાહત મળે છે

3- ઝિંકઃ-
 
રેડ મીટ, ચિકન, સી ફૂડ, ઇંડા, તલ, મૂંગફળી, મશરૂમ, રાજમાં, બ્રાઉન રાઇસ, પાલક, ડાર્ક ચોકલેટ વગેરે ઝિંકથી ભરપૂર હોય છે. આ ફૂડ્સને તમારી તમારી ડાયટમાં ચોક્કસ સામેલ કરવું. કારણ કે, આપણા શરીરમાં લગભગ 300 એન્જાઇમ્સ ઝિંક પર આધારિત છે, જેનો અર્થ એક થાય છે કે, આપણા શરીરનું સ્વાસ્થ્ય ઝિંક પર ખૂબ જ નિર્ભર કરે છે

4- ચાઃ-
 
ગરમ ચા મ્યૂકસ (કફ)ને બહાર નિકાળવામાં મદદ કરે છે. કફ શરીરમાં ઓછો થશે તો સાઇનસની તકલીફમાં તમને રાહત મળી શકે છે. આ માટે જ સાઇનસથી પીડિત લોકોને સવાર સાંજ ચા પીવી જોઇએ, જેનાથી કફ ઓછો થઇ શકે છે અને શ્વાસ આરામ લઇ શકો છો. માટે તમારે ચાનું સેવન કરતા રહેવું જોઇએ અને ચામાં તમે એલચી, ફુદીનો વગેરે નાખીને પણ તેનું સેવન કરી શકો છો

5- સૂપઃ-
 
સાઇનસમાં ગરમ પ્રવાહી વસ્તુઓ જેમ કે સૂપ વગેરે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૂપ ગળા અને નાકને આરામ પહોચાડવામાં મદદ કરે છે. ગરમ પ્રવાહી આપણા કફને દૂર કરવામાં પણ ફાયદો કરે છે. આ માટે સાઇનસથી પીડિત લોકોએ સૂપનું સેવન ચોક્કસ કરવું જ જોઇએ. જ્યારે પણ તમને માથાનો દુખાવો થાય ત્યારે તમારે કોઇપણ ગરમ પ્રવાહીનું સેવન કરી શકો છો

6- નારિયેળ પાણીઃ-
 
સાઇનસની તકલીફથી છુટકારો મેળવવા માટે નારિયેળ પાણી ખૂબ જ ઇફેક્ટિવ હોય છે. આ પાણીમાં મળી આવતું પોટેશિયમ બોડીને ક્લીન કરવાની સાથે- સાથે સાઇનસની તકલીફમાં થતી ગળા સંબંધી બીમારીઓમાં પણ રાહત આપે છે.
 
7- અનાનસઃ-
 
અનાનસમાં બ્રોમલેન મળી આવે છે જે સાઇનસમાં થતા ઇન્ફેક્શનને દૂર કરે છે. આ માટે અનાનસને તમારે તમારી ડાયટમાં સામેલ કરવું જોઇએ

8- ચિકન સૂપઃ-
 
ચિકન સૂપમાં ઝિંક હોવાની સાથે-સાથે સિસ્ટીન નામનું એમિનો એસિડ પણ હોય છે. આ એસિડ વહેતા નાકનું કારણ હોય છે. આ માટે સાઇનસમાં જો કફને કારણે તમારું નાક બંધ થઇ જાય તો તમારી માટે ચિકન સૂપ સર્વશ્રેષ્ઠ રહેશે. આ સૂપનું સેવન તમારી સાઇનસની તકલીફમાં તમને રાહત આપી શકે છે.
 
9- લીલા શાકબાજીઃ-
 
લીલા શાકભાજી, ટમેટા, સંતરા અને પીળા ફુડ્સ વગેરેમાં વિટામિન એ મળી આવે છે. વિટામિન એ હેલ્દી મ્યૂકસને બનાવે છે અને બેકાર મ્યૂકસને બહાર નિકાળે છે. આ સાઇનસ પીડિત લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.


10- વિટામિન ઈઃ-
 
તમારે તમારી ડાયટમાં વિટામિન ઈથી ભરપૂર ફૂડ સામેલ કરવું. જેમ કે આખા અનાજ, બદામ, કાજૂ, ઇંડા, પિસ્તા અને અખરોટ, સૂરજમુખીના બીજ, લીલા શાકભાજી, શક્કરિયા, એવાકોડો, બ્રોકોલી, કેરી, પપૈયુ, કોળુ, પોપકોર્ન વગેરે જેવા ખોરાકમાં વિટામિન ઈ મળી આવે છે. આ ખોરાકનું સેવન તમારે નિયમિત કરવું જ જોઇએ.