આ દેશી-વિદેશી જડીબુટીઓ હૃદયરોગ અટકાવવામાં છે અવ્વલ, જરૂર સેવન કરો

25 Feb, 2018

 એ કહેવત સાંભળી જ હશે કે ઉપચાર કરાવવા કરતા રોકધામ કરવી વધુ સારી. કંઈક આ વાત પણ હૃદયરોગની બાબતમાં પણ ફિટ બેસે છે. દિલ આપણા શરીરનું મહત્વનું અંગ છે, જો તેમાં એક ટકા પણ ખોટ આવે તો વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાઈ જાય છે. એટલા માટે હૃદયનું રક્ષણ કરવું તે તમારી પોતાની જવાબદારી છે. આજે અમે તમને એવી બાબતો વિશે જણાવવા માગીએ છીએ જેમાં તમારા હૃદયની સુરક્ષા સાથે જોડાયેલી છે અને અમે એવી જડીબુટીઓ વિેશે જણાવવા માગીએ છીએ, જેનાથી હૃદય હંમેશા તંદુરસ્ત રહે છે. 

ભારતીય દેશી બુટીઓઃ-
 
આમળાઃ- આમળામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટે છે અને એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા વધે છે જેનાથી હૃદય સંબંધી રોગો દૂર થાય છે.
 
હળદરઃ- હળદર સાચે જ એક ચમત્કારી હર્બલ બુટી છે. તેમાં દિલને તંદુરસ્ત રાખવા માટેના બધા જ ગુણો છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
 
લસણઃ- લસણના સેવનથી હૃદય સંબંધી સમસ્યાઓ ઓછી થઈ જાય છે. તેમાં શરીરમાં ગરમી પેદા કરનારા ગુણો હોય છે જે લોહીમાં ગરમી લાવે છે.
 
આદુઃ- આદુ એક લાભકારી ઔષધી છે જેમાં અનેક પ્રકારના ગુણો હોય છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં સુધોર થાય છે.
 
બિલબેરીઃ- બિલબેરી કૈનેબેરીનું સિસ્ટર પ્લાન્ટ છે અને તમાં ગુણો પણ એના જેવા જ છે. તેના સેવનથી ધમનીઓમાં રક્તનો સંચાર સારી રીતે ચાલતો રહે છે.
 
હોથ્રોન બેરીઃ- હોથ્રોન બેરી હૃદયની સુરક્ષા કરે છે. તેમાં એવા ગુણો હોય છે જે દિલને સ્વસ્થ બનાવી રાખે છે.
 
લાલ મરચુઃ- લાલ મરચાનું સેવન કરવાથી મુખ અને આંખોમાંથી પાણી આવી જાય છે પરંતુ તે દિલની બધી બીમારીઓનો નાશ કરી દે છે. તમે ઈચ્છો તો તેને અજમાવી શકો છો.
 
ગિકગો બીલોબાઃ- આ એક પ્રકારની ચીની ઔષધી છે જે શરીરમાં રક્ત સંચારને સારું બનાવે છે અને શરીરમાં હૃદયની ગતિવિધીઓને સુચારુ બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.
 
ઓરિગોનોઃ- તે અજમાના પાન જેવું હોય છે જે પ્રાકૃતિક જડીબુટીઓની સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે.
 
ગ્રીન ટીઃ- આજકાલ ગ્રીન ટીને ક્રેઝ વધી રહ્યો છે કારણ કે તે ખૂબ જ લાભકારી હોય છે. તેને પીવાથી શરીરની કોશિકાઓ અને ધમનીઓમાં ઊર્જા અને રક્ત સંચાર સારી રીતે થવા લાગે છે.
 
ગિંસેગઃ- ગિંસેગ એક પ્રકારની ચીની ઔષધી છે જેના સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. તેના સેવનથી શરીરનું બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે.
 
લવન્ડરઃ- લવન્ડરનું સેવન તમને અજીબ લાગી શકે કે તે તમારા હૃદયની સુરક્ષા કેવી રીતે કરી શકે. પરંતુ લવન્ડર એક વિશેષ પ્રકારની હર્બલ છે જે દિલને સ્વસ્થ બનાવી રાખે છે.
 
મદરવોટઃ- જેવું નામથી જ સ્પસ્ટ છે કે હર્બલ મદરલી ટ્રીટમેન્ટ કરે છે. આ હર્બલના સેવનથી માસિક ધર્મ જેવી અનેક બીમારીઓ દૂર થઈ જાય છે અને સાથે જ દિલ પણ સ્વસ્થ બની રહે છે.
 
પિપરમિન્ટઃ- દિલને તંદુરસ્ત રાખનારી લિસ્ટમાં પિપરમિન્ટ પણ સામેલ છે. તેના સેવનથી માત્ર મુખમાં તાજગી આવે છે સાથે જ હૃદયને શક્તિ અને તેની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય.
 
સેક્રેડ પાઈનઃ- તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને તંદુરસ્ત રાખે છે.

Loading...

Loading...