સ્ત્રીઓ હેલ્ધી રહેવા અને ઈન્ફર્ટિલિટીની સમસ્યાથી બચવા, ખાઓ આ 8 ફૂડ

20 Feb, 2016

 ઈન્ફર્ટિલિટીની સમસ્યાથી માત્ર પુરૂષો જ નહીં પરંતુ  સ્ત્રીઓ પણ તેનાથી પરેશાન છે. અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાનને કારણે વધતી આ સમસ્યા સંબંધોને ખરાબ કરી શકે છે. ઈન્ફર્ટિલિટીની સમસ્યા માટે કોઈપણ સલાહ લેવા ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે, પરંતુ આજે અમે તમને અહીં સ્ત્રીઓ માટે કેટલાક એવા હેલ્ધી ફૂડ્સ વિશે જણાવીશું, જેને ડાયટમાં સામેલ કરવાથી સ્ત્રીઓની આ સમસ્યા દૂર થઈ શકે છે સાથે જ તે ખૂબ જ હેલ્ધી પણ છે.

 
બ્રાઉન બ્રેડ
 
કોમ્પલેક્સ કાર્બ્સ રિફાઈન્ડ કાર્બ્સની તુલનમાં પચવામાં વધુ સમય લે છે અને તે બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે. સાથે જ ઈન્ફર્ટિલિટીની સમસ્યાથી બચવા સ્ત્રીઓએ વીટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ, બ્રાઉન રાઈસ અને સાદાં પાસ્તાની જગ્યાએ વીટ પાસ્તા ખાવા જોઈએ.
 
ડ્રાય ફ્રૂટ્સ
 
સૂકા મેવા જેમ કે કાજૂ, કિશમિશ, ખારેક, બદામ અને પિસ્તા સ્નેક્સ તરીકે આખા દિવસમાં એકવાર સ્ત્રીઓએ અવશ્ય ખાવું જોઈએ. તેમાંથી મળતું વિટામિન ઈ સ્ત્રીઓમાં ફર્ટિલિટીને વધારે છે. તેની સાથે જ ગર્ભસ્થ સ્ત્રીઓમાં ગર્ભપાત થવાના ખતરાને પણ દૂર કરે છે.
 
બટાકા
 
સ્ત્રીઓએ બટાકાને પોતાની ડાયટમાં સામેલ કરવા જોઈએ. બેક્ડ બટાકામાં વિટામિન ઈ અને બી સારી માત્રામાં હોય છે. જે શરીરમાં હેલ્ધી સેલ્સ બનાવે છે અને ડેમેજ થતાં પણ અટકાવે છે. બેક્ડ બટાકાનું વધુ સેવન કરવાથી સ્ત્રીઓમાં એક પ્રકારના એન્જાઈમનો સ્ત્રાવ થાય છે જે ફર્ટિલાઈઝેશનને વધારવામાં મદદ કરે છે.
 
ઈંડા
 
દરરોજ એક ઈંડુ ખાવાની સલાહ આપવામાં આવે છે. જે સ્ત્રીઓને  ઈન્ફર્ટિલિટીની સમસ્યા હોય છે તેમણે નાસ્તાથી લઈ ડિનર સુધીના કોઈપણ સમયે એક ઈંડુ જરૂરથી ખાવું જોઈએ. ઈંડામાં રહેલું વિટામિન બી12, કેરોટિનોયડ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને ફોલેટ સ્ત્રીઓને ગર્ભધારણ કરવામાં મદદ કરે છે.
 
કોળાના બીજ
 
કોળામાં અનેક પ્રકારના ન્યૂટ્રિશન હોય છે. તેની સાથે જ તેના બીજ પમ બહુ જ ફાયદાકારક હોય છે. તેના બીજમાં સારી માત્રામાં એક અલગ પ્રકારનું આયર્ન હોય છે. જે મોટાભાગે પ્લાંટ ફૂડ્સમાં જ મળે છે. જેથી ફર્ટિલિટી વધારવા માટે સ્ત્રીઓએ તેના બીજ સેકીને ખાવા હેલ્ધી રહે છે.
 
ઓલિવ ઓઈલ
 
ઓલિવ ઓઈલમાં મોનો અનસેચુરેટેડ ફેટ હોય છે, જે શરીરમાં ફેટની માત્રાને ઓછી કરીને સોજાની સમસ્યા દૂર કરે છે. આનાથી ફર્ટિલિટી વધે છે. જેથી સ્ત્રીઓએ ઓલિવ ઓઈલને ડાયટમાં સામેલ કરવું. આ સિવાય સલાડમાં અને માખણની જગ્યાએ તેનું સેવન કરવું.
 
ડેરી પ્રોડક્ટસ
 
એક રિસર્ચ પ્રમાણે નોનવેજનું સેવન સ્ત્રીઓમાં  ઈન્ફર્ટિલિટીની સમસ્યાને વધારી શકે છે. જેથી સ્ત્રીઓ નોનવેજનું સેવન બની શકે એટલું ઓછું કરવું જોઈએ અને તેની જગ્યાએ ડેરી પ્રોડક્ટ્સનું સેવન વધુ કરવું જોઈએ. જેમાં દૂધ, દહીં, પનીર જેવી વસ્તુઓને ડાયટમાં ઉમેરવી.
 
શાકભાજીઓ અને ફળ
 
વિવિધ શાકભાજીઓ અને ફળોમાં અનેક પ્રકારના વિટામિન હોય છે. જે પ્રોડક્શન માટે શરીરમાં જરૂરી સેલ્સ બનાવે છે અને ખરાબ સેલ્સથી થતાં નુકસાનથી શરીરને બચાવે છે. જેથી સ્ત્રીઓ પોતાની ડાયટમાં શાકભાજીઓ અને ફળો સામેલ કરીને  ઈન્ફર્ટિલિટીની સમસ્યા દૂર કરી શકે છે.
 
ટ્રાન્સ ફેટ
 
ટ્રાન્સ ફેટવાળી વસ્તુઓ જેમ કે સ્નેક્સ, ફ્રેન્ચ ફ્રાઈ અને તળેલી વસ્તુઓથી દૂર રહેવું કારણ કે આવી વસ્તુઓ શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને વધારી દે છે. જે સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે પણ સારું નથી.
 
કોફી
 
કામની વચ્ચે વધુ પડતી ચા કોફી પીવાની ટેવ ધરાવતી સ્ત્રીઓ સાવધાન થઈ જાય કારણ કે તેની સીધી અસર ફર્ટિલિટી પર પડે છે. તેમાં રહેલું કેફીન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. ગર્ભાવસ્થામાં પણ સ્ત્રીઓએ કોફીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

Loading...

Loading...