પુરૂષોએ યૌન શક્તિને ઝડપથી વધારવા, ડાયટમાં સામેલ કરવી આ 9 વસ્તુઓ

01 Mar, 2018

 આજના સમયમાં 40 ટકા પુરૂષોને પ્રજનન સંબંધી સમસ્યાઓ સતાવતી હોય છે. ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પ્રજનન ક્ષમતા પર આડઅસર કરે છે. જેના માટે સંતુલિત અને યોગ્ય આહાર ન માત્ર સ્વાસ્થ્ય માટે જરૂરી છે પરંતુ તે પ્રજનન ક્ષમતાને વધારવા માટે પણ બહુ જ મહત્વ ધરાવે છે. કેટલાક સંશોધનમાં આ વાત સાબિત થઈ ચુકી છે કે આહાર તમારા શુક્રાણુઓની ક્વોલિટી અને શુક્રાણુઓની માત્રા સાથે સંબંધ ધરાવે છે. જે પુરૂષો ફળ અને શાકભાજીઓ ઓછા પ્રમાણમાં ખાય છે તેવા લોકો યૌન સમસ્યાઓથી વધારે પીડાય છે. જેથી બાળકો પેદા કરવાથી લઈને યૌન શક્તિ વધારવા માટે પુરૂષોએ અહીં જણાવેલા આહાર ડાયટમાં સામેલ કરવા જોઈએ.

કોળાના બીજ
 
કોળાના બીજમાં ઝિંક સારી માત્રામાં હોય છે અને શુક્રાણુઓની સંખ્યા અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારવામાં આ બીજ કારગર સાબિત થાય છે. પ્રજનન માટે શુક્રાણુઓની સંખ્યા વધારે હોવી જરૂરી છે. કોળાના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ સારી માત્રામાં હોય છે જેના કારણે યૌન અંગોમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને યૌનની ક્ષમતા વધે છે. જો તમે પિતા બનવા માગતા હોવ તો દરરોજ આ બીજનું સેવન કરો.
 
કેળા
 
વિટામિન એ, સી અને બી1ની સાથે મેગ્નેશિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી કેળાને એક સેક્સ ફુડ માનવામાં આવે છે. આ બધાં જ પોષક તત્વો શુક્રાણુઓની માત્રા વધારવા માટે જરૂરી હોય છે. આ ફળમાં વિટામિન બી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પાવરફુલ સેક્સ હોર્મોન અને યૌન ક્ષમતા વધારે છે. કેળાનું સેવન કરવા માટે તમે રોજ બનાના શેક કે બનાના સ્મૂધી બનાવીને પણ કરી શકો છો. કેળાથી લાભ લેવા માટે દરરોજ આનું સેવન કરવાનું રાખો.
 
દાડમ
 
દાડમનું જ્યૂસ શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને તેને સ્વસ્થ રાખે છે. આ લોહીમાં મેલોનડિયાડેહાઈડના સ્તરને ઘટાડે છે, જે શુ્ક્રાણુઓના નિર્માણમાં અવરોધ પેદા કરે છે. દાડમનું જ્યૂસ પીવાના અનેક ફાયદા છે જેમ કે તે શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને યૌન શક્તિમાં પણ વધારો કરે છે. 
 
સફરજન 
 
સફરજન એક પૌષ્ટિક ફળ છે અને તેમાં અનેક પ્રકારના પોષક તત્વોનું મિશ્રણ પણ રહેલું છે. સફરજનનું વિનેગર તરીકે સેવન કરવાથી સારો લાભ થાય છે. સફરજનનું દરરોજ સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે.
 
ટામેટા
 
ઈન્ફર્ટિલિટીથી ગ્રસિત લોકોમાં લાઈકોપીનનું સ્તર બહુ ઓછું હોય છે. કેરોટીનોયડ લાઈકોપીન શુક્રાણુઓની સંખ્યા અને ઝડપ વધારવામાં મદદ કરે છે અને ટામેટા એન્ટીઓક્સીડેન્ટનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. લાઈકોપીનની માત્રા જે ખોરાકમાં વધારે હોય તે ખાવા શુક્રાણુઓ માટે સારા માનવામાં આવે છે. જેથી તમારા ખોરાકમાં ટામેટાનું સેવન અવશ્ય કરો.
 
લસણ
 
લસણમાં વિટામિન બી6 અને સેલેનિયમ સારી માત્રામાં હોય છે, જે કામેચ્છાને વધારવામાં મદદ કરે છે. વિટામિન બી6 રોગ પ્રતિકારક ક્ષમતાને તો વધારે જ છે સાથે જ હોર્મોન્સને પણ નિયંત્રિત કરે છે. લસણમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ શુક્રાણુઓનું રક્ષણ કરે છે અને યૌન ક્ષમતા વધારે છે. એલિસીનનો સારો સ્ત્રોત હોવાને કારણે લસણ યૌન અંગોમાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને પ્રજનન શક્તિમાં વધારો કરે છે.
 
શતાવરી
 
મધ્યકાલીન યુગથી યૌન ક્ષમતા સંબંધી સમસ્યાઓ માટે શતાવરી ઔષધીનો ઉપયોગ કરીને શુક્રાણુઓની સંખ્યા વધારવામાં આવી રહી છે. વિટામિન સી સારી માત્રામાં હોવાથી શતાવરી શુક્રાણુઓની ગતિમાં વધારો કરે છે. આહારમાં આને સામેલ કરવા માટે તમે શતાવરીનું સલાડ તરીકે સેવન કરી શકો છો. સાથે અન્ય શાકભાજી સાથે પણ તમે તેનું સેવન કરી શકો છો. 
 
કાજૂ
 
કાજૂમાં ઝિંક સારી માત્રામાં હોય છે જે શરીરને તરોતાજા કરવાની સાથે પુરૂષ અને સ્ત્રીઓમાં યૌન ક્ષમતા વધારમાં કારગર છે. સંશોધનમાં સાબિત થઈ ચૂક્યું છે કે થોડા સમય સુધી નિયમિત કાજૂનું સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધી જાય છે. જેથી દરરોજ એક મુઠ્ઠી કાજૂનું સેવન કરવું જોઈએ.
 
એવાકાડો
 
વિટામિન ઈ સારી માત્રામાં હોવાને કારણે એવાકાડો શુક્રાણુઓની ગતિશીલતાને પ્રભાવિત કરે છે. વિટામિન ઈ શુક્રાણુઓના વહનમાં મદદ કરે છે. એવાકાડોમાં ફોલિક એસિડ અને વિટામિન બી6 પણ વધારે માત્રામાં હોય છે. આ યૌન હોર્મોનની ગતિને વ્યવસ્થિત રાખે છે અને યૌન સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. તેના માટે તમારે સલાડમાં કે કોઈપણ રૂપે તેનું સેવન કરવું જોઈએ.