વધારાની ચરબી ઉતારશે એલોવેરા રસના આ 7 સરળ પ્રયોગ

01 Aug, 2015

એલોવેરા એટલે કુંવારપાઠું. ઘરઆંગણે ઉગતી આ એક ઉત્તમ ઔષધિ છે. સામાન્ય રીતે એલોવેરાનો ઉપયોગ આપણે વાળ અને ત્વચા માટે કરતાં હોઈએ છીએ. એલોવેરાના રસથી તમે શરીરની વધારાની ચરબી પણ ઓછી કરી શકો છો. વધારાની ચરબી ઘટાડવા અને વજન ઉતારવા માટે ઘણા લોકોએ અત્યાર સુધીમાં ઘણા નુસખા અપનાવી લીધા હશે. એલોવેરા વજન ઉતારવા માટે પણ ઉપયોગી છે. વધારાની ચરબી ઉતારવાની એક અકસીર ઔષધિ છે - એલોવેરાનો રસ. તો આવો જાણીએ એલોવેરાનો કેવી રીતે ઉપયોગ કરવાથી વજન ઉતારી શકાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એલોવેરાનો ઉપયોગ એક સાથે ન કરતા આંતરે મહિને કરવો જોઈએ.

1. ત્રિફળા ચૂર્ણ સાથે એલોવેરાનો રસ ખાલી પેટ લેવો.
2. અડધા ગ્લાસ નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નાખવો અને તેમાં 4 ટી સ્પુન એલોવેરાનો રસ નાખીને આ દ્રાવણ પીવું.
3. 4 ચમચી મેથીના પાન સાથે એલોવેરાનો રસ અથવા એક લસણની કળીને 20 ગ્રામ એલોવેરાના રસ સાથે લેવો.
4. અશ્વગંધાનાં પાંદડાં અને 10 ગ્રામના અલોવેરા સાથે લેવાથી લાભ મળે છે.
5. શુદ્ધ ગુગળની 4-5 રતિ માત્રાને રોજ એલોવેરા સાથે લેવાથી શરીર ઉતારવામાં મદદ મળે છે.
6. એક ગ્લાસ હુંફાળાં પાણીમાં લીંબુનો રસ અને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી પણ જાડાપણું ઓછું થાય છે.
7. અશ્વગંધાના પાનનો રસ બે ચમચીની માત્રામાં એલોવેરાના 10 ગ્રામ ગુંદા સાથે લેવાથી લાભ થાય છે.