બાળકોને ભાવે એવી સ્ટ્રોબેરી નટ પાઈ

17 Mar, 2015

મેંદા અને કોર્નફ્લોરને થોડા દૂધમાં મિક્સ કરો, વધેલા દૂધમાં સાકર નાખીને તેને ઉકાળો પછી તેમાં એસેન્સ મિક્સ કરો.

સામગ્રીઃ
સ્ટ્રોબેરી - 500 ગ્રામ
પેસ્ટ્રી કેસ - 1 કપ
દૂધ -2 કપ
સાકર - અડધો કપ
કોર્નફ્લોર - 1 કપ
મિક્સ નટ - અડધો કપ
ક્રીમ-1 કપ,
મેંદો - અડધો કપ
વેનિલા એસેન્સ - 1 ટીસ્પૂન

બનાવવાની રીતઃ
1.
મેંદા અને કોર્નફ્લોરને થોડા દૂધમાં મિક્સ કરો.
2.
વધેલા દૂધમાં સાકર નાખીને તેને ઉકાળો પછી તેમાં એસેન્સ મિક્સ કરો.
3.
 ગરમ દૂધને મેંદાના મિશ્રણ પર રેડી, બરાબર હલાવી ગરમ કરો.
4.
ઠંડું પડે એટલે તેમાં અડધી ક્રીમ બીટ કરી નાખો.
5
સૂકા મેવાને શેકી તેનો અધકચરો ભૂકો કરી, પેસ્ટ્રી કેસમાં નીચે પાથરો.
6
ત્રણ-ચાર સ્ટ્રોબેરીને સમારીને કસ્ટર્ડના મિશ્રણમાં તેને મિક્સ કરીને કેસમાં પાથરી દો.
7.
ત્યાર બાદ વધેલી ક્રીમ અને આખી સ્ટ્રોબેરીનું તેના પર ટોપિંગ કરો. થોડું ઠંડું કરીને સર્વ કરો.

નોંધઃ
સ્ટ્રોબેરી ખાટી હોય તો સાકરના પાઉડરમાં રગદોળીને એક કલાક મૂકી રાખો.