દેશનો સૌથી મોટો ધોબીઘાટ અ'વાદમાં, રોજના ઘોવાય છે 17 હજાર કપડા

14 Nov, 2017

ફિલ્મોમાં કે રીયલમાં તમે ધોબીઘાટ તો જોયો જ હશે, આ ઉપરાંત ઘરે આવીને કપડાને પ્રેસ કરવા તેમજ ધોવા માટે લઇ જતા લોન્ડ્રીબોયથી પણ પરિચિત હશો, રેલવેમાં જ્યારે લાંબા અંતરની મુસાફરી કરવાનું થયુ હશે ત્યારે રેલવે તરફથી આપવામાં આવતી ચાદર, નેપકિન અને બેડશિટ સર્વિસથી પણ આજે કોઇ અજાણ નહીં હોય. રેલવેની પ્રિમિયન કહેવાતી ટ્રેનમાં જ્યારે લાંબા અંતરની મુસાફરી શરૂ ત્યારે સફર દરમિયાન રેલવે તંત્ર તરફથી મુસાફરોને ક્લોથ સેટ આપવામાં આવે છે. જેમાં એક નેપકિન, બેડશીટ અને ચાદરનો સેટ હોય છે. જેટલા વ્યક્તિઓના નામ ટિકિટમાં હોય છે તે સિવાઇ એક એક્સટ્રા સેટ પણ આપવામાં આવે છે.


ટ્રેનમાં સફાઇને લઇને હવે રેલતંત્ર સક્રિય થયુ છે તે સાથોસાથ કોચમાં આપવામાં આવતા ક્લોથ સેટ પણ નીટ એન્ડ ક્લિન જોવા મળશે, ચોખ્ખાઇ સાથે ચૂનાના પથ્થરને પણ ટક્કર મારે એવી સફેદ ચાદર અને નેપકિન મુસાફરોને આપવામાં આવે છે. ટ્રેનમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે એક સવાલ થાય કે આ બધા સેટ ધોવાતા ક્યારે હશે, ક્યારે ઇસ્ત્રી થઇને પેકિંગ થતુ હશે, આ તમામ સવાલના જવાબ છે દેશના સૌથી મોટા લોન્ડ્રી યુનિટ પાસે. અમદાવાદના સરસપુરમાં આવેલું રેલવે લોન્ડ્રી યુનિટ આ તમામ કામગીરી કરે છે. જ્યાં રોજના 17000 કપડા ધોવામાં આવે છે. એટલે કુલ 16 ટન કપડાનો ધોબ નીકળે છે. ક્લોથના સેટને