તમારા ફેવરિટ સેલેબ્સના લુક: પહેલાં અને અત્યારે

01 Jan, 2016

 સેલેબ્સના દરેક રેડ કાર્પેટ લુક્સ તેમના કૅરિયર માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. આથી જ તેઓ તેને બેસ્ટ બનાવવા માટેનો પ્રયત્ન કરતા રહેતા હોય છે. આટલા વર્ષોમાં અમે કેટલાય શાનદાર અને કેટલાક સામાન્ય રેડ કાર્પેટ મોમેન્ટ્સ જોયા છે. પરંતુ આ બધાની વચ્ચે શું તમે ક્યારેય નોટિસ કર્યુ છે કે સમયની સાથે કેટલાક સ્ટાર્સે પોતાન લુકમાં જબરદસ્ત બદલાવ કર્યો છે. તેમને જોઈને તમે પણ ક્યારેય કોઈ અપકમિંગ સ્ટારની ફેશન ગેમને નજરઅંદાજ કરવાની ભૂલ નહીં કરો. કારણ કે આગળ જઈને બની શકે છે કે તેઓ સુપરસ્ટાર બની જાય. આવો અમે તમને આવી જ કેટલીક ફેશન ડિવાઝ વિશે જણાવીએ.

 
Priyanka Chopra - બોલિવૂડની દેશી ગર્લ Priyanka Chopra ઈન્ટરનેશનલ લેવલ પર પણ નામ બનાવી રહી છે. પોતાના પર્ફેક્ટ ફિગરની સાથે આ ડિવા તેના આઉટફિટને પણ સુંદરતા સાથે કૅરી કરતી હોય છે. હાલમાં જ ‘Quantico’ના પ્રમોશન દરમિયાન તેના લુક જોઈને અમારી તો આંખો જ ખુલ્લી રહી ગઈ. પરંતુ આવું હંમેશાથી નહોતું. શું તમને Priyankaની ચમકવાળી સાડીયો અને અધૂરા લુક યાદ છે? જો કે હવે આ ડિવાની સ્ટાઇલ જોઈને તેને ફેશન આઇકૉન કહેવી કંઈ ખોટું નહીં કહેવાય.
 

 
Deepika Padukone - જો તમે એક મૉડલ છો તો તમારી પાસે એટલી તો આશા હોય કે તમે રેડ કાર્પેટ પર ખુબ જ આકર્ષક લાગશો. મૉડલમાંથી અભિનેત્રી બનેલી Deepika પાસેથી પણ આવી જ આશા રાખવામાં આવતી હોય છે. Cannesમાં તેનો વન-શોલ્ડર મેટાલિક આઉટફિટ, Rohit Balની વ્હાઇટ સાડીથી લઈને હાલમાં જ તેના રેડ કાર્પેટ લુક સુધી, જેમાં Stella McCartney અને DVF કોસ્ચ્યૂમના બધા દિવાના બની ગયા છે. તેને જોતા એ કહેવામાં કંઈ ખોટું નથી હોતું કે બોલિવૂડની આ “Mastani”ને પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં ખુબ જ બદલાવ કર્યા છે.
 
Kangana Ranaut - આ અભિનેત્રી બોલિવૂડની કેટલીક ખાસ અભિનેત્રીમાંથી એક છે, જેની જબરદસ્ત કાયાપલાટ થઈ છે. માત્ર ફેશન સેન્સમાં જ નહીં, પરંતુ તેની આખી ઈમેજ બદલાઈ ગઈ છે. પછી તે Kanganaની ફિલ્મોથી લઈને ચૉઈસ હોય કે રેડ કાર્પેટ પર તેમના લુક સુધી, દરેક વસ્તુમાં તેનો ગ્રોથ અને સિલેક્શને અમને ખુબ જ ઈમ્પ્રેસ કર્યા છે.
 

 
Aishwarya Rai Bachchan - શું તમને Cannesમાં Aishwaryaની Neeta Lulla ડિઝાઇનર ગ્રીન આઉટફિટમાં પહેલી એન્ટ્રિ યાદ છે? એવા અનેક અવસર આવ્યા જ્યારે Aishwaryaએ આપણને તેના લુકથી નિરાશ કર્યા છે. પરેતુ છેલ્લા કેટલાક વર્ષોમાં Cannesમાં તેના રેડ કાર્પેટ લુક્સમાં જબરદસ્ત બદલાવ આવ્યા છે. પછી 2009માં Aishwaryaનો Elie Saabનું વન-શોલ્ડર ગાઉન હોય કે 2011માં Armani Prive કે પછી 2015માં Ralph Russo આઉટફિટ - જેને જોઈને એવું સાફ લાગે છે કે આ ડિવાએ પોતાની ફેશન ગેમને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધી છે.
 
Katrina Kaif - આ અભિનેત્રી બોલિવૂડની સ્ટાઇલિશ ડિવાઝમાંથી એક છે. આટલા વર્ષોમાં આપણે તેના અનેક લુક્સ જોયા છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી તેના ફેશન ટેસ્ટમાં અનેક બદલાવ આવ્યા છે.  Manish Malhotraની ચળકાટવાળી સાડીઓથી લઈને Monisha Jaising અને Zuhair Muradના સેક્સી આઉટફિટ સુધી Katrinaની સ્ટાઇલના અનેક રંગો જોવા મળ્યા છે.
 
Sonam Kapoor - બોલિવૂડની ફેશનિસ્ટા Sonam Kapoor હંમેશા તેના રેડ કાર્પેટ લુક્સથી બધાને ઈમ્પ્રેસ કરતી હોય છે, પરંતુ આવું હંમેશાથી નહોતું. પોતાના કૅરિયરના શરૂઆતી દિવસોમાં આ ચમકવાળા શર્ટ ડ્રેસમાં તે અમારું દિલ જીતવામાં અસફળ રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે પોતાના રેડ કાર્પેટ ડ્રેસિંગથી બધાને ખુશ કરી દીધા છે. Cannes 2015માં તેનું સુંદર Abu Jani અને Sandeep Khosla ગાઉન આ વાતની સાબિતી છે.