આ 6 કારણના લીધે ન પીવું જોઈએ ઠંડુ પાણી

07 Aug, 2015

જ્યારે પણ તમે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જાવ છો કે તાપમાંથી ઘરે આવો છો તો ત્યારે તમને પાણીમાં બરફ નાંખીને પીતા હશો કે ફ્રિઝમાં જે ઠંડામાં ઠંડુ પાણી પી લઈએ છીએ. પરંતું શું તમને ખબર છે બરફવાળું  ઠંડુ પાણી આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકર્તા છે. બરફવાળું પાણી પિતાશય માટે બહું જ  હાનિકારક માનવામાં આવે છે.
આપણા શરીરનું તાપમાન 98.6 ડિગ્રી સેલ્સિયસ છે તે પ્રમાણે આપણા શરીર માટે 20 22 ડિગ્રી તાપમાનનું પાણી યોગ્ય છે એનાથી ઠંડુ પાણી હાનિકારક છે. ફ્રિઝના ઠંડા પાણીને પચતાં 6 કલાક લાગે છે, ગરમ કરીને ઠંડુ કરેલું પાણી 3 કલાકમાં પચી જાય છે જ્યારે ગરમ પાણી એક કલાકમાં જ પચી જાય છે. આજે આપણે જોઈએ ઠંડુ પાણી પીવાથી ક્યા ક્યા નુકશાન થાય છે.

1. ઠંડુ પાણી પીવાથી તમારૂં પાચન સારી રીતે નથી થતું. શરીરની ધમનીઓ સંકોચાઈ જાય છે તેથી હાઈડ્રેશન વ્યવસ્થિત નથી થતું.
2. પોષણમાં ઉણપ આવે છે. તમારા આહારની ઉર્જા શરીરના તાપમાનને જ બેલેન્સ કરવામાં લાગી જાય છે. જેથી પોષણ ઓછું મળે છે.
3. રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. ખાધા પછી તરત ઠંડુ પાણી પીવાથી આવું થાય છે.
4. પેટ સંબંધિત રોગ થાય છે.
5. આહાર ખાવાના લીધે શરીરમાં જમા થયેલ ચરબીને પચાવવામાં ધણી મહેનત કરવી પડે છે.
6. રૂમ ટેમ્પરેચર પર રાખેલું પાણી શરીર માટે સારું છે અને આહારને બરાબર પચાવે છે.