આલિયાને ભૂલો, જોવા તૈયાર રહો સોનાક્ષીના સેક્સી રાધા ઠુમકાં...

24 Nov, 2014

સોનાક્ષી સિન્હાને અર્જુન કપૂર સાથે પોતાની કેમેસ્ટ્રી પરફેક્ટ કરવા માટે ખૂબ પાપડ વણવા પડી રહ્યા છે. હવે અર્જુન કપૂર અને આલિયા ભટ્ટે 2 સ્ટેટ્સ ફિલ્મમાં એવી કેમેસ્ટ્રી બતાવી છે કે તેને બીટ કરવી સોનાક્ષી સિન્હા માટે પડકાર સમાન બની ગયો છે. હવે આલિયાના રાધા... ગીત પર ઠુમકા લગાવ્યા બાદ સોનાક્ષી સિન્હા પોતાની આગામી ફિલ્મ તેવરમાં સેક્સી અને ઝાકઝમાળ ભરી રાધા બની નાચશે.

તેવર ફિલ્મનું આ ગીત ટુંકમાં જ રિલીઝ થવાનું છે. આ માહિતી સોનાક્ષીએ ટ્વિટર પર આપી હતી. આ ફિલ્મમાં સોનાક્ષીના રોલની વાત કરીએ, તો તેઓ મથુરાની યુવતીનો રોલ કરી રહ્યા છે. તેમનું નામ રાધિકા છે. સોનાક્ષી આ ગીતના ફર્સ્ટ લુકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહ્યા છે. આ ગીતને રેમો ડિસૂઝાએ કોરિયોગ્રાફ કર્યુ છે. તેનું શૂટિંગ ઇંદોર ખાતને માહેશ્વરમાં કરાયું છે. અહીં તળાવ પાસે એક શાનદાર સેટ તૈયાર કરવામાં આવ્યુ હતું.
એક્શન-ડ્રામા ફિલ્મ તેવરમાં સોનાના હીરો અર્જુન કપૂર છે. તેવર તેલુગુ ફિલ્મ ઓક્કડુની રીમેક છે. ફિલ્મમાં મનોજ બાજપાઈ વિલનના રોલમાં છે. તેવર સાથે પાકિસ્તાની સિંગર ઇમરાન ખાન બૉલીવુડ ડેબ્યુ કરવાના છે. ઇમરાન આ અગાઉ પોતાના ગીત એમ્પ્લીફાયર... અંગે ચર્ચામાં રહ્યાં છે.