ટેસ્ટી ચોકલેટ ગુલાબજાંબુ બનાવવા છે સાવ ઇઝી, વાંચી લો રેસિપી

19 Nov, 2014

સામગ્રી
માવો - ૫૦૦ ગ્રામ
મેંદો - ૧૦૦ ગ્રામ
કોર્નફ્લોર - ૫૦ ગ્રામ
રવો - ૨૫ ગ્રામ
પનીર - ૫૦ ગ્રામ
ઘી - ૫૦૦ મિલી.
ડાર્ક ચોકલેટ - ૫૦ ગ્રામ
ખાંડ - ૧ કિલો

રીત

  • ખાંડને પાણીમાં નાખી તેની ચાસણી બનાવી લો.
  • એક બાઉલમાં માવો, મેંદો, કોર્નફ્લોર,
  • રવો અને પનીર મિક્સ કરી તેના નાના-નાના બોલ્સ બનાવી લો.
  • આ બોલ્સમાં હવે ચોકલેટ ભરી દો.
  • ત્યારબાદ તેને ઘીમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  • હવે તેને ખાંડની ચાસણીમાં નાખી થોડી વાર રહેવા દો.
  • ગુલાબજાંબુમાં ચાસણી મિક્સ થઈ જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.