ગુજરાત ના આ બે સ્થળો એક દિવસ ના પીકનીક માટે છે બેસ્ટ...

23 Mar, 2018

 તારંગા 

 
ઉત્તર ગુજરાતનું સૌથી રમણીય સ્થળ. જેને સામાન્યપણે ગુજરાતમાં બહુ ઓછા લોકો જાણે છે. તારંગા જૈન ધર્મ  માટે આસ્થાનું કેદ્ર હોવાની સાથે-સાથે રમણીય પર્યટન સ્થળ છે. જેના કારણે તારંગા હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેદ્ર બન્યું છે. જેથી લોકો દૂર-દૂરથી આવતા હોય છે. અહીંનું વાતાવરણ કુદરતી હોવાથી કુદરતના ખોળામાં આવી ગયાં હોય તેવો પ્રવાસીઓ અનુભવ કરી રહ્યા છે. બસ ચારો તરફ લીલોતરીને કારણે જાણે પર્વતોની વચ્ચે કુદરતના ખોળામાં બેઠા હોઇ તેવો પ્રવાસીઓ અનુભવ કરી રહ્યા છે. પ્રકૃતિના શોખીન હોય તેમના માટે તો આ સ્થળ અતિ સુંદર અને રમણીય હોવા સાથે આનંદ આપનારૂ છે
 
હિંદલા
 
સુરતના સોનગઢ પાસે આવેલું રમણ્ય સ્થળ હિંદલા. ગુજરાતના લોકોને ફરવાનું બહુ ગમે છે. દક્ષિણ ગુજરાતની વાત આવે તો બધાના મોઠે ફરવાનું એક જ સ્થળ સાપૂતારા. આ સિવાય બીજુ કોઈ તમે પુછો તો તેમને ખબર જ નહી હોય. હિંદલા પણ એક એવું જ સ્થળ છે જ્યા લોકોની ચહેલ પહેલ ઓછી અને પ્રકૃતિનું રમણ્ય સંગીત વધારે જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આવેલુ વ્યારા બાદનું જંગલ જ્યાં આજે પણ ઘણી વખત વાઘને જોવામાં આવે છે. તેની સાચી સુંદરતા ત્યાંના નાના ઝરણા છે. ઊંચા ઊંચા ઝાડો અને ખળખળ વહેતુ પાણી કોઈ પણ વ્યક્તિનું મન મોહી લે છે