Take care : મહિલા માટે જરૂરી આયર્ન

09 Mar, 2015

મહિલાના સ્વાસ્થય માટે અન્ય વિટામીનોની જેમ આયર્નથી ભરપુર માત્રા પણ જરૂરી છે.

આયર્નની જરૂરિયાત શરીરને હિમોગ્લોબીન બનાવવા માટે હોય છે. આ લાલ લોહી કોશીકામાં હોય છે જે શરીરના વિભિન્ન અંગોમાં ઓક્સિજનને લઈ જવાનું કામ કરે છે. જો આહારમાં આયર્નની માત્રા ઓછી હોય તો આયર્નની ઉણપ કે એનીમિયા થઈ શકે છે. શરીરમાં આયર્નની ઉણપના લીધે થાક જલ્દી લાગે છે. ઓક્સિજન બરાબર ના પહોંચવાથી શરીરને જોઈતી ઉર્જા મળતી નથી.

સામાન્યરીતે લોહીની ઉણપના લીધે થાક જલ્દી લાગે છે. દાદરા ચઢતી વખતે શ્વાસ ફુલી જાય છે, થોડા વ્યાયામથી થાક લાગે છે, માથું દુખે, ધ્યાન કેન્દ્રિત થતું નથી, ચિંતા, વાળનું ખરવું, નખ તુટી જવા જેવા લક્ષણો જોવા મળે છે.

આયર્નનું પ્રમાણ જાળવી રાખવા માટે ટામેટા, મશરૂમ, પાંદડાવાળા શાકભાજી, સોયાબીન, બીટ, સુકા મેવા, કાબુલી ચણા, દાળ, તડબૂચ, કઢોળ વગેરે પોતાના જમવામાં ઉમેરવા જોઈએ.

Loading...

Loading...