Entertainment

TE3Nમાં અમિતાભે ગાયેલું ગીત લોન્ચ, 2 મિનિટમાં તમે પણ સાંભળી લો

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને આગામી ફિલ્મ 'TE3N'માં 'ક્યુ રે' નામનું એક ગીત ગાયું છે જે તાજેતરમાં લોન્ચ કરાયું છે. ફિલ્મમાં અમિતાભ દાદાની ભૂમિકા નિભાવી રહ્યા છે. અમિતાભે આ પહેલાં 'વજીર' અને

જેવી ફિલ્મોમાં ગીત ગાયા છે. અમિતાભે ટ્વીટર પર એકરાર કર્યો છે કે તેઓ ફિલ્મના પોતે ગાયેલા ગીત બાબતે બહુ નર્વસ છે.

અમિતાભ બચ્ચન, નવાઝુદ્દીન સિદ્દીકી અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ 'તીન' નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ટ્રેલરમાં અમિતાભ પોતાનાથી ખોવાયેલ પૌત્રી એન્જલા ના હત્યારાને શોધવા માટે ૮ વર્ષથી સતત પ્રયત્ન કરતા નજર આવી રહ્યા છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી ચર્ચના ફાધરની ભૂમિકા નિભાવી રહ્યા છે.

સુજોય ઘોષની આ ફિલ્મમાં એક્ટ્રેસ વિદ્યા બાલન કેમિયોની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મ ૧૦ જૂને રિલીઝ થશે. ફિલ્મ 'TE3N' માં અમિતાભ બંગાળી બાબુના રોલમાં નજર આવશે. આ ફિલ્મને સાઈન કરવા લઈને અમિતાભ વિષે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે, તેમણે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post