સૂર્યનમસ્કાર બદલી દેશે તમારું જીવન, જાણી લો તેના 10 ફાયદા

19 Apr, 2016

 સૂર્યનમસ્કાર એક એવો યોગ છે જેને કર્યા પછી તમારે અન્ય કોઈ કસરત કરવાની જરૂર રહેતી નથી. તેનાથી માત્ર શરીર જ નહીં પરંતુ મન પણ સ્વસ્થ અને પ્રફુલ્લિત રહે છે. તો જાણી લો સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા અને તે કરવાથી થતાં આ 10 ફાયદા વિશે. 

 
1 સૂર્યનમસ્કાર જો રાજ કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેના 12 આસન દરમિયાન ઊંડા શ્વાસ લેવાના અને છોડવાના હોય છે. જેનાથી શરીરને ઘણાં લાભ થાય છે.  
2 શરીરના સાંધાના દુખાવા પણ તેનાથી દૂર થઈ જાય છે અને શરીરમાં લચક આવે છે. 
3 સૂર્યનમસ્કાર કરવાથી શરીરના દરેક ભાગ પર જોર પડે છે, તેનાથી શરીર પર જામેલા ચરબીના થર ગળવા લાગે છે. 
4 આ આસન કરવાથી પેટના અંગોની સ્ટ્રેચિંગ થાય છે, તેનાથી પાચનતંત્ર પણ સુધરે છે.
5 કેટલાક લોકોને વાંકાવળીને ચાલવાની અને બેસવાની આદત હોય છે. તેના કારણે તેમના શરીરનો દેખાવ ખરાબ થઈ જાય છે. પરંતુ સૂર્યનમસ્કાર કરવાથી શરીરમાં સુધારો થવા લાગે છે. તેનાથી શરીરના તમામ પ્રકારના દુખાવા પણ દૂર થઈ જાય છે.
6 આસન દરમિયાન શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયાના કારણે ફેંફસા સુધી હવા પહોંચે છે, તેનાથી રક્તમાં પણ ઓક્સીજન પહોંચે છે. ઉપરાંત તેનાથી શરીરમાંથી કાર્બન ડાઈઓક્સાઈડ અને અન્ય ઝેરીલા ગેસથી છૂટકારો મળે છે. 
7 સૂર્યની સામે સૂર્યનમસ્કાર કરવાથી શરીરને વિટામીન ડી પણ મળે છે. 
8 આસન કરતી વખતે જ્યારે તમે લાંબા શ્વાસ લો છો ત્યારે શરીર તાણ મુક્ત થઈ જાય છે અને મન પણ શાંત થઈ જાય છે.
9 સ્ટ્રેચિંગ કરવાથી સ્નાયૂઓ અને કરોડરજ્જૂ મજબૂત થાય છે.  
10 વર્તમાન સમયમાં લોકોમાં અનિંદ્રાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યામાંથી પણ સૂર્યનમસ્કાર છૂટકારો આપે છે. નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી રાત્રે ઊંઘ સારી આવે છે.

Loading...

Loading...