'ઢોલી તારો...' સોંગમાં ઐશ્વર્યાની જગ્યાએ દેખાશે સની લિયોની

04 Feb, 2015

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લીલા'ના સોંગ 'ઢોલી તારો ઢોલ બાજે'ને હવે એક નવો જ ચહેરો મળવાનો છે. આ સોંગમાં હવે ઐશ્વર્યાની જગ્યાએ જોવા મળશે સની લિયોની. સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'ના પોપ્યુલર સોંગ 'ઢોલી તારો ઢોલ બાજે'ને એક નવા જ રંગમાં રજૂ કરાવાનું છે.

ફિલમના ડિરેક્ટર બોબી ખાનના ભાઈ અહમદ ખાન આ સોંગને કોરિયોગ્રાફ કરી રહ્યા છે. પ્રોડ્યૂસર ભૂષણ કુમાર પાસે આ સોંગના રાઈટ્સ છે. તેના શૂટિંગ માટે જેસલમેરમાં ખાસ્સો મોટો સેટ ઉભો કરવામાં આવ્યો હતો અને તેમાં 500 ડાન્સરે ભાગ લીધો હતો. આ સોંગનું શૂટિંગ પૂરું કરવામાં એક સપ્તાહનો સમય લાગ્યો હતો.

અહમદના જણાવ્યા અનુસાર, તે વખતે તાપમાન લગભગ 48 ડિગ્રી હતું, જેના કારણે સનીનો મેક-અપ વારંવાર ઉતરી જતો હતો. પરંતુ શૂટિંગમાં કોઈ કચાશ નહોતી રખાઈ. આ સોંગની ટ્યૂન પણ બદલી દીધી હોવાનું તેણે જણાવ્યું હતું. અહમદે કહ્યું હતું કે, આ સોંગ હવે ગરબા સેટ અપમાં નહીં, પરંતુ રાજસ્થાની ડાન્સના રૂપે નજરે પડશે.

હવે જોવાનું એ રહે છે કે, લોકોને સનીનું આ સોંગ જોઈ ઐશ્વર્યાનં સોંગ યાદ રહે છે કે પછી લોકો સનીને જ રિજેક્ટ કરી જુના ગીતને માણે છે.