સ્માર્ટ કોન્ડોમ એ બતાવશે જે તમે પણ નથી જાણતા

09 Feb, 2018

આ સ્માર્ટ કોન્ડોમ અને એની એપ્સ તમારી સેકસ લાઇફની પુરેપુરી માહિતી તમારા મોબાઇલ પર આપશે

સ્માર્ટ ઘડિયાળ અને ગુગલ ગ્લાસ પછી દુનિયાભરમાં વિયરેબલ ટેકનોલોજીને લઇને વલણ બદલ્યું છે. ઘડિયાળ અને ચશ્મા પછી હવે આ લાઇનમાં નવી નવી પ્રોડકટ બજારમાં આવી રહી ે અને એ જ લાઇનમાં એક નવી પ્રોડકટ છે સ્માર્ટ કોન્ડોમ. આ પ્રોડકટનું સેલિંગ શરૂ થઇ ગયું છે.

આ સ્માર્ટ કોન્ડોમ બનાવવાળી કંપનીનો દાવો છે કે આ સ્માર્ટ કોન્ડોમ એવા એવા સવાલોના જવાબ આપશે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય.
કંપની વેબસાઇટ મળેલી જાણકારી મુજબ આઇ.કોન (i.Con) કોન્ડોમ નહીં, પરંતુ એક રીંગ છે જેને કોન્ડોમ ઉપર ફીટ કરવામાં આવશે. કંપનીના કહેવા મુજબ રીંગ એકદમ આરામદાયક, વોટર રેજિસ્ટેંટ અને લાઇટવેઇટ છે. આ પહેરવાથી મહેસુસ પણ નહીં થાય કે કોન્ડોમ ઉપર કંઇક છે. 
કંપનીનું કહેવું છે કે, આઇ કોનમાં એક નેનો ચીપ અને સેન્સર લગાડવામાં આવ્યું છે, જે સેકસથી જોડાયેલા બધા ડેટા સ્ટોર કરશે. આ ડેટાનો યુઝર, આઇ.કોન એપની મદદથી ડાઉનલોડ કરી શકે છે. આ ડેટા યુઝરની સેકસલાઇફથી જોડેલી વાતો જણાવશે. 
આઇ.કોન.માં યુએસબી પોર્ટ હશે, જેની મદદથી આને ચાર્જ કરી શકાશે. યુઝર્સ આ રીંગને કમ્પ્યુટરમાં લગાવીને આરામથી ચાર્જ કરી શકશે. આ રીંગને ચાર્જ કરવામાં એક કલાક લાગશે. 
બ્રિટીશ કોન્ડમ્સનું કહેવું છે કે, આઇ.કોનના ડેટાને એકસેસ માત્ર યુઝરની પાસે હશે. આ ડેટાને યુઝર બીજા આઇ.કોન. યુઝર્સની સાથે શેયર કરી શકે છે. આની સાથે પોતાના ડેટાને તે બીજા યુઝર્સ સાથે કંમ્પેર પણ કરી શકે છે. 
આઇ.કોન. એક ચાર્જમાં ઘણી કલાક ચાલી શકે છે. કંપની જણાવ્યા પ્રમાણે એકવાર ચાર્જ કરીને આ ૬ થી ૮ કલાક સુધી ઉપયોગ કરી શકાશે. 
આઇ.કોન. મોબાઇલ એપ દ્વારા એવી જાણકારી આપશે કે સેકસ દરમ્યાન કેટલી કેલરી ઘટી, કેટલી વાર તમે સેકસ કરો છો. કેટલા સમય સુધી તમે સેકસ કરો છો. કેટલું પ્રેશર તમે લગાડો છો, એની ગતિ, આ તમારા કામાસુત્ર ટયુટરની જેમ કામ કરશે. 
આની કિંમત લગભગ ૮૦.૯૯ ડોલર એટલે કે ૫૧૦૦ જેવી છે. અત્યાર સુધીમાં ૯,૦૦,૦૦૦ લોકો આ ગેજેટમાં પોતાનો રસ દાખવી ચુકયા છે.