'ડોલી અરમાનોં કી'માં શ્રુતિની એન્ટ્રી

06 Nov, 2014

'પવિત્ર રિશ્તા'ની ઓવી એટલે કે શ્રુતિ કંવર 'ડોલી અરમાનોં કી' સિરિયલમાં એન્ટ્રી લઇ રહી છે. સિરિયલમાં તે સમ્રાટ એટલે કે મોહિતની લાઇફમાં આવતી નવી યુવતી તરીકે જોવા મળશે. શ્રુતિ કંવર રાધાના રોલમાં જોવા મળશે. સિરિયલમાં તે ગામડાની ભોળી કન્યા તરીકે જોવા મળશે. તે કંચનની બહેન તરીકે જોવા મળશે. કંચન તેને પોતાના ઘરે બોલાવે છે અને એ રીતે સમ્રાટ સાથે તે સંપર્કમાં આવે છે. ત્યારબાદ બંને નજીક આવે છે.