NRG News : ન્યૂજર્સી સિટીમાં યોજાશે 7મો ભવ્ય રથયાત્રા ઉત્સવ..

13 Jul, 2018

 હિંદુ પરંપરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આગવું મહત્વ છે. ન્યૂ જર્સી સિટીમાં આ પરંપરા સાત વર્ષ અગાઉ શ્રીસત્યનારાયણ ધામ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

- આ વર્ષે 14 જુલાઇના રોજ શનિવારે સાંજે 6 વાગ્યે રથયાત્રા પવિત્ર હિંદુ વિધિ સાથે શરૂ કરવામાં આવશે. 

- કેનેડી બુલવર્ડ સ્થિત શ્રી સત્યનારાયણ ધામ (3035, જ્હોન એફ. કેનેડી બુલેવર્ડ, ન્યૂજર્સી સિટી)થી રથયાત્રા પ્રારંભ થશે. જે ન્યૂયોર્ક એવન્યુના ભારતીય માર્કેટમાંથી પસાર થઇ, ટનલી એવન્યુ, લિબર્ટી એવન્યુ થઇને શ્રીસત્યનારાયણ ધામ પરત ફરશે. 

 

 

- ભારતીય માર્કેટના વિવિધ બિઝનેસ પ્લેસ રથયાત્રાનું સ્વાગત કરશે. - રથયાત્રા દરમિયાન ફણગાવેલા મગ, જાંબુ તથા બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવશે. 

- યાત્રાના સમાપન બાદ મહાપ્રસાદ વહેંચવામાં આવશે.