જાણો છો શ્રદ્ધા કપૂરનો Love કોણ છે?

12 Dec, 2014

બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પ્રેમમાં છે. તેમણે ગઈકાલે ટ્વીટ કર્યું, ‘ઓકે. એક્સાઇટિંગ ટાઇમ્સ અહેડ. આઈ થિંક આઈ એમ ઇન લવ.' એક તરફ શ્રદ્ધા કપૂરના અફૅર અંગે એક નહીં, અનેકો ચર્ચાઓ ચાલી રહી છે, બીજી બાજુ શ્રદ્દાએ પોતે જ પોતાના રીયલ લવનો ખુલાસો કર્યો છે. હા જી, તે લવ છે તેમના લિપ્સ એટલે કે હોઠ. બહુ ઓછા લોકોને ખબર હશે કે શ્રદ્ધા કપૂર હોઠોને બહુ પ્રેમ કરે છે.

હા, શ્રદ્ધા કપર લૅક્મે લવ લિપ્સ કૅરના નવા બ્રાન્ડ એમ્બેસેડરન બન્યાં છે. તાજેતરમાં જ તેમણે મુંબઈ ખાતે યોજાયેલ એક ઇવેંટમાં કૅમ્પેન લૉન્ચ પણ કર્યું. લૅક્મેએ પોતાનું ફર્સ્ટ એડ કૅમ્પેન શ્રદ્ધા સાથે રિલીઝ કર્યું છે. આ એડ કૅમ્પેન લૅક્મેના લેટેસ્ટ લિપ્સ કલેક્શન માટે છે. હૈદર અને એક વિલન જેવી ફિલ્મોની સફળતાની સવારી કરતાં શ્રદ્ધા કપૂર આગામી સમયમાં એબીસીડી 2માં દેખાવાનાં છે.