લોન્જરી ના બિઝનેશ માંથી કેવી રીતે એક આ મહિલા બની અબજોપતિ...

05 Feb, 2018

 મહિલાઓ માટે કોઈ બિઝનેસની શરૂઆત કરવાનું સરળ નથી હોતું. આ ત્યારે વધારે મુશ્કેલ થઈ જાય છે જ્યારે ફીલ્ડ કંઈક અલગ હોય. ભાસ્કર તમને આવી જ એક મહિલા વિશે જણાવી રહ્યું છે જેણે બિઝનેસની શરૂઆત કરી તો સૌથી પહેલા ઘરમાં જ વિરોધ શરૂ થઈ ગયો. આ મહિલા છે રિચા કર, જેમણે ઓનલાઈન અંડરગારમેન્ટ વેચવા માટે જિવામેની શરૂઆત કરી. તેની માતાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે હું મારી ફ્રેન્ડને કેવી રીતે કહી શકીશ કે મારી દિકરી બ્રા-પેન્ટીનો બિઝનેસ કરે છે. આજે તે દિકરીએ પોતાના બિઝનેસને અબજો રૂપિયા સુધી પહોંચાડી દીધો છે. ભાસ્કર તમને આ મહિલા અને તેના બિઝનેસ વિશે જણાવી રહ્યું છે.

 
રિચાએ એક નવા પ્રકારના બિઝનેસમાં ઉતરવાની પહેલ તો કરી દીધી, પરંતુ તેના બિઝનેસ પર સૌથી પહેલા વિરોધ ઘરમાંથી જ થયો. એક મીડિાય અહેવાલમાં ખુદ રિચાએ પણ આ વાત સ્વીકારી છે. રિચા અનુસાર તેમના માતાએ કહ્યું હતું, હું મારી ફ્રેન્ડને શું કહીશ. મારી દિકરી કોમ્પ્યૂટર પર બ્રા અને પેન્ટી વેચે છે.
 
રિચાએ એક મીડિયા અહેવાલમાં કહ્યું હતું કે બિઝનેસ શરૂ કરવા માટે જગ્યા મેળવવામાં ખૂબ મુશ્કેલી થઈ હી. તેમના અનુસાર હું જ્યારે જગ્યા મેળવવા માટે વાત કરતી હતી ત્યારે મારા બિઝનેસ વિશે જણાવતા પહેલા હું ચુપ થઈ ગઈ અને મેં ઓનલાઈન કપડા વેચવાની વાત કહી. આ રીતે મને ઓફિસ માટે જગ્યા મળી. ઉપરાંત જિવામે માટે પેમેન્ટ ગેટવે મેળવવાનું પણ ખૂબ પડકારજનક રહ્યું. અંડરગારમેન્ટને લઈને લોકો અનકમ્ફર્ટેબલ અનુભવે તે પણ એક મોટો પડકાર હતો જે સ્થિતિ આજે પણ છે.
 
જમશેદપુરની રિચા કરે બિટ્સ પિલાનીથી એન્જિનિયરિંગની ડિગ્રી અને ત્યાર બાદ એમબીએ કર્યા બાદ નોકરીની શરૂઆત કરી હતી. તેમણે સેપ રિટેલ કન્સલટિંગ અને સ્પેન્સર સ્ટોરમાં આઠ વર્ષ સુધી નોકરી કરીને રિટેલ માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ઓપરેશન વિશે સમજણ મેળવી. જોકે રિચા હંમેશાથી જ ઉદ્યમી બનવા માગતી હતી.
 
રિચાના જિવામેનું બિઝનેસ મોડલ ખાસ અલગ છે. રિચા કહે છે કે, મોટાભાગની ભારતીય મહિલાઓને જુદા જુદા પ્રકારની લોન્જરીનો અનુભવ નથી હતો અને તેઓ ક્યારે સારી બ્રાન્ડ નથી પહેરતા. તેઓ કહે છેકે, મારો ટાર્ગેટ ભારતીય મહિલાઓને લોન્જરી પહેરવાની આદતોને સંપૂર્ણ રીતે બદલવાનો હતો અને તેમને યોગ્ય સાઈઝના અંડરગારમેન્ટ ઉપલબ્ધ કરાવવાનો છે. તેમનો બિઝનેસ મોડલ પણ તેના પર જ આધારિત છે.
 
જિવામેની શરૂઆત 2011માં થઈ હતી. વાર્ષિક ધોરણે ભારતમાં અંડર ગારમેન્ટનો બિઝનેસ 15 ટકાના દરે વધી રહ્યો છે. જ્યારે રિચાની કંપનીની આવક વાર્ષિક ધોરણે 300 ટકાના દરે વધી રહી છે. કંપનીને અંદાજે 60 ટકાની આવક ઇન-હાઉસ બ્રાન્ડથી થાય છે. પ્રોડક્ટ્સના જથ્થાની વાત કરીએ તો 2012માં અંદાજે 2 લાખ પ્રોડક્ટ્સની શિપિંગ થઈ હતી આ આંકડો 2015માં વધીને 10 લાખ સુધી પહોંચી ગયો છે. રિચાએ એક મીડિયા અહેવાલમાં કહ્યું હતું કે તે જિવામેને એક અબજ ડોલરની કંપની બનાવવા માગે છે. જોકે રિચાએ આવતા ત્રણથી ચાર વર્ષમાં 1000 કરોડ રૂપિયાનું ટર્નઓવર મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે.