ધૂમ-૬માં હશે શાહરૂખ ખાનનો દીકરો આર્યન

13 Nov, 2014

મુંબઈ, તા. ૧૩ :. યશરાજ ફિલ્‍મની ‘ધૂમ' ફિલ્‍મની સિરીઝ લોકોમાં ઘણી વખણાઈ છે અને આ ફિલ્‍મની આગામી સિરીઝમાં કામ કરવાની ઈચ્‍છા શાહરૂખ ખાને થોડા સમય પહેલા વ્‍યકત કરી હતી. જો કે હાલમાં સાંભળવા મળ્‍યુ છે કે આદિત્‍ય ચોપડા શાહરૂખના પુત્ર આર્યન ખાનનું બોલીવુડમાં ડેબ્‍યુ ‘ધૂમ-૬'થી કરવાનું પ્‍લાનિંગ કરી રહ્યો છે. જેનો શાહરૂખ પોતે કો-પ્રોડયુસર હશે. શાહરૂખ ઈચ્‍છે છે કે આર્યન પહેલા પોતાનું ભણતર પતાવે અને એકવીસ વર્ષ પુરા કર્યા બાદ જ તે ફિલ્‍મમાં પોતાનું ડેબ્‍યુ કરે. આજે આર્યનનો બર્થ-ડે છે અને તેણે સત્તર વર્ષ પુરા કર્યા છે. સલમાનખાન પણ ‘ધૂમ' સિરીઝમાં જોવા મળે તો નવાઈ નહીં.