'આપ કી અદાલત'માં શાહરૂખ, સલમાન, આમિર સાથે આવશે

29 Nov, 2014

બોલીવૂડના ત્રણ ટોચના ખાન અભિનેતાઓને એક જ સ્‍થળે સાથે જોડવાનો ચાહકોને અંતે લ્‍હાવો મળવાનો છે. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની આ ખાન ત્રિપુટી રજત શર્માના લોકપ્રિય ટીવી શો ‘આપ કી અદાલત'માં સાથે આવવાના છે.

   બોલીવૂડ પ્રેમીઓએ આ ત્રણ ખાન અભિનેતાઓને અગાઉ ક્‍યારેય સાથે જોયા નથી. એમને સાથે લાવવાનો શ્રેય મેળવ્‍યો છે રજત શર્મા અને તેમની ‘આપ કી અદાલત' ટીમે.

   સલમાન અને શાહરૂખે તો હાલમાં સલમાનની બહેન અર્પિતા ખાનના લગ્ન પૂર્વેની વિધિમાં ભેગા થઈને તેમની વચ્‍ચેના વિવાદનો અંત લાવી દીધો હતો, હવે આ ત્રણેય ખાન વચ્‍ચે સારા-સારી થતી જોવા મળશે. આમિર પણ હૈદરાબાદમાં અર્પિતાનાં લગ્નની ઊજવણીમાં હાજર રહ્યો હતો અને ખાન પરિવાર સાથે જોડાયો હતો, જયારે શાહરૂખ રીસેપ્‍શનમાં હાજર રહ્યો હતો. આમ, તે વખતે પણ ત્રણેય ખાન અભિનેતાઓ એક સાથે ભેગા થયા નહોતા.

   ઉલ્લેખનીય એપિસોડનું શૂટિંગ બીજી ડિસેંબરે નવી દિલ્‍હીના પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવશે. આ ફેમસ શાઙ્ઘને ૨૧ વર્ષ પૂરા થયા છે તે નિમિત્તે આ વિશેષ શો નક્કી કરાયો છે. તે પ્રસંગે રણબીર કપૂર, દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા અને સોનાક્ષી સિંહા પણ હાજર રહે એવી ધારણા છે.