ફરી એકવાર તમારા હોઠ પર ચડવાનું શકિતમાનનું ટાઇટલ ટ્રેક, અને આ છે ઘણું મજેદાર

16 Feb, 2018

 નાનપણના દિવસો કેટલા મજેદાર હોય છે કોઇને એ બતાવાની જરૂર છે. આજની દોડતી ભાગતી જિંદગીમાં કોઇ પાસે આરામનો સમય નથી કે શાંતિથી બેસી શકે. પરંતુ જો ૯૦ના દાયકાની વાત કરે તો આ દરમ્યાન બાળકોનું નાનપણ કદાચ સૌથી વધારે મજેદાર હતું. કેમ કે તે સમયગાળામાં ઘણી એવી સિરીયલ્સ આવતી હતી જે બાળકોની ફેવરીટ હતી જેમ કે રામાયણ, મહાભારત, ટેલસ્પિન, ડકટેલ્સ, અલિફ લૈલા, માલગુડી ડેઝ અને શકિતમાન. જી હાં, શકિતમાન

આજના સમયગાળામાં વધુ પડતા લોકોએ નાનપણમાં શકિતમાનની સિરીયલ જરૂર જોઇ હશે. આ સીરીયલનો મુખ્ય રોલ હતો શકિતમાન, તે પહેલો એવો સુપરહીરો હતો જે દુશ્મનોનો ખાત્મા તો કરતો તો જ સાથે દરરોજ બાળકોને એક સાર્થક સંદેશ પણ દેતો. શકિતમાન ૨૦૦૫માં પુરી થઇ ગઇ પરંતુ આજે પણ તેના અભિનય, તેના ડાયલોગ, તેના મ્યુઝીક, ખાસ કરીને ટાઇટલ ટ્રેક મગજમાં વસેલું છે.
હવે તમને પાકુ યાદ આવી ગયુ હશે, મને તો આ ટાઇટલ ટ્રેક યાદ આવી ગયું. તે વખતે શું બાળકો, શું મોટા બધાને આ ગીત યાદ હતું. 
હવે શકિતમાનના આ ટાઇટલ ટ્રેકને અલગ અંદાજમાં લઇ આવ્યા છે. આને સાંભળ્યા પછી તમે પણ આ જ કહેશો કે એટલું મજેદાર છે જેટલું જુનુ હતું.