[email protected] : કપિલના શોમાં ફરી જીવંત થઈ ઉઠી રાજ-સિમરનની Love Story

03 Dec, 2014

રાજ અને સિમરનની પ્રેમ કહાણી આજે પણ યુવાન દિલોને ભાવે છે. આજના દોરમાં મળે ક્યાં છે આવી સાચી અને હૃદયસ્પર્શી પ્રેમ કહાણી. કદાચ તેથી જ આજે પણ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ મુંબઈના મરાઠા થિયેટરમાં લાગેલી છે અને તાજેતરમાં જ ફિલ્મે 1000 અઠવાડિયા પૂરા પણ કર્યા છે. આ પ્રસંગે શાહરુખ ખાન, કાજોલ, અનુપમ ખેર, મંદિરા બેદી સહિત ફિલ્મની આખી કાસ્ટે જૂના સંસ્મરણો વાગોળ્યા.

કપિલ શર્માના કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં શાહરુખ ખાન સાથે ડીડીએલજેની આખી ટીમ પહોંચી અને સૌએ મળી વીતેલા દિવસો યાદ કરી એક-બીજા સાથે ખૂબ મસ્તી કરી. અનુપમ ખેરે ટ્વિટર પર પોતાના ટ્વીટ્સ વડે ફૅન્સ સાથે પોતાની ખુશીઓ શૅર કરી અને લખ્યું - દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના 1000 એપિસોડ પૂરા થતા કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની ટીમ સાથે મજાનો સમય.

કપિલના શોના સેટ પર

ડીડીએલજેની આખી ટીમ કપિલના શોના સેટ પર પહોંચી હતી.

ઉજવણી

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના 1000 અઠવાડિયા પૂરા થવાની ઉજવણી કરવામાં આવી હતી.

શાહરુખ-કાજોલ

શાહરુખ અને કાજોલે આ ફિલ્મમાં પોતાનો જાદૂ પાથર્યો હતો. બંને ફિલ્મની યાદો વગોળી રહ્યા છે

શાહરુખ-કપિલ

શાહરુખે કપિલ શર્માને પોતાના કેટલાક ટ્રેડમાર્ક મૂવ્સ શીખવાડ્યા હતાં. બંનેનો રુખ કાજોલ તરફ હતો.

ફન ઑન સેટ્સ

કપિલ-શાહરુખ અનુપમ ખેર સાથે મસ્તી કરતાં. અનુપમે ડીડીએલજેમાં શાહરુખ ઉર્ફે રાજના પિતાનો રોલ કર્યો હતો.

પુનઃ સાકાર ડીડીએલજે

કપિલના શોમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જાણે ફરી એક વાર સાકાર થઈ હતી.