કરિનાને પાણી ભરાવે તેવી છે શાહિદની ફિયાન્સે

24 Mar, 2015

જેની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે તે શાહિદ કપૂરની ફિયાન્સે મીરાનો ફોટો વાઇરલ થઇ ગયો છે. શાહિદ અને મીરાએ 14 જાન્યુઆરીના રોજ સગાઇ કરી લીધી છે. મીરાનાં હાલમાં કેટલાંક ફોટા વાઇરલ થયા છે. આ ફોટામાં એક ફોટો તેનો એટલો સુંદર છે કે તે કરિના કપૂર કરતાં પણ વધુ સુંદર લાગે છે.

મીરા રાજપૂત કોઇ ફેમસ એક્ટ્રેસ નથી પણ દિલ્હીની સાધારણ યુવતી છે.  શાહિદ અને મીરા ડિસેમ્બર 2015 સુધી લગ્ન કરી લેશે. આ પહેલાં શાહિદનું નામ બોલિવૂડની મોટા ભાગની હિરોઇન સાથે જોડાઇ ચૂક્યું છે. જેમાં કરિના કપૂર, પ્રિયંકા ચોપરા અને વિદ્યા બાલન સાથે તેનાં અફેરની ખુબ ચર્ચાઓ થઇ હતી.

શાહિદની વાગદત્તા મીરા દિલ્હીનાં લેડી શ્રીરામ કોલેજમાં ઇંગ્લિશ (હોનર્સ)નાં થર્ડ યરની વિદ્યાર્થી છે. તેણે વસંત વેલી સ્કૂલથી તેનું ભણતર પૂર્ણ કર્યું છે. બંનેની મુલાકાત રાધા સ્વામી સંપ્રદાયનાં એક કાર્યક્રમમાં થઇ હતી.

Loading...

Loading...