શું સેક્સ રોબોટ્સ થી આવનારો સમય સ્ત્રીઓ માટે ખતરનાક બની જશે ?

05 Mar, 2018

એ સાચું છે કે ટેકનોલોજીથી આપણે ઘેરાયેલા છીએ, સવારે ઉઠીયે ત્યારથી  આપણે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીયે છીએ, પરંતુ ધીમે  ધીમે આવનારો સમય વધુ કપરો થવાનો છે. સદીઓ પેહલા માણસ શાંતિ થી જીવી શકતો જે આજે ટેક ના જમાનામાં પણ નથી જીવી શકતો।
 
એક સમય હતો જયારે સ્ત્રી પુરુસ એક બીજાના હાથ માં હાથ નાખીને બેસતા અને વાતો શેર કરતા અને સમય પસાર કરતા અને ત્યારે લાગણી હતી એક બીજાના મનમાં અને દિલમાં, કેમકે ત્યારે સ્માર્ટ ફોન નહોતા. 
 
સમય બદલી ગયો છે હવે એ લાગણી નું સ્થાન ટેકનોલોજી લઇ લીધું છે માણસો હવે શારીરિક સુખ માટે લાઈવ ચેટ કરે છે ફોન ચેટ કરે છે વિડીયો જુવે છે વર્ચ્યઅલ સેક્સ નો જમાનો આવી ગયો છે , કુદરતી સેક્સ નું સ્થાન હવે સેક્સ ટોય્સ લેવા લાગ્યું છે , એક સ્ત્રી ને હવે પુરુષ અને એક પુરુષ ને હવે સ્ત્રી ની જરૂર પડતી નથી। 
 
તેનાથી પણ એક સ્ટેપ આગળ નીકળી ને હવે સેક્સ ટોય્સ નું સ્થાન પણ સેક્સ રોબોટ્સ લેવા લાગ્યા છે, સામંથા કરી ને માર્કેટ માં એક સેક્સ ડોલ આવી છે જે નજીક ના સમય માં એક લાઈવ સ્ત્રી પાર્ટનર ની ગરજ સારે તો કહી ના શકાય। તેના શરીર માં સેન્સ છે જે તેના હાથો માં બ્રેસ્ટ માં પણ. અને સામંથા ઓર્ગેઝમ પણ અનુભવે છે.
 
જે લોકો ને પરવડે છે તે લોકો ગિલ્ટી ફ્રી સેક્સ થિયરી મુજબ તેને લે છે।  સેક્સ રોબોટ્સ બનાવનારી કંપની કહે છે કે આવનારા 30 વર્ષો માં સેક્સ રોબોટ ઘરે ઘરે આવી ગયા હશે અને પુરુષો ફિમેલ પાર્ટનર વગર પણ દરરોજ સેક્સ નો આનંદ માણતા હશે। અને તેજ તેના માટે પરફેક્ટ  પાર્ટનર બની જશે. 
 
સેક્સ રોબોટ નો આઈડિયા માનવ પ્રજાતિ માટે બેશક એક ક્રાંતિકારી શોધ હશે પણ તેનાથી પુરુષ અને સ્ત્રી વચ્ચેના કુદરતી સબંધોની જરૂરિયાત અને લાગણી થી વિમુખ થતા જશે. સેક્સ રોબોટ સ્ત્રી નું સ્થાન લઇ લેશે જે સંપૂર સ્ત્રી જતી માટે લાલબત્તી રૂપ કહેવાય.