'માસિક પછી ક્યારે સંભોગ કરવો જોઇએ?’

06 Mar, 2018

ઘણા લોકો ને એક પ્રશ્ન હોઈ છે કે સ્ત્રીને માસિક આવ્યા બાદ કેટલા દિવસ પછી સંભોગ કરવો યોગ્ય ગણાય?

 
માસિકધર્મના દિવસોમાં પણ જો આપ પતિ-પત્નીને વાંધો ના હોય તો જાતીય સંબંધ રાખી શકાય છે. મેડિકલી કોઈ જ વાંધો નથી, પરંતુ માસિકના સમયે ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. જેથી શક્ય હોય તો આ સમયે જાતીય સંબંધથી દૂર રહેવું જોઈએ અથવા નિરોધનો પ્રયોગ કરવો હિ‌તાવહ છે, પણ બાળક રાખવા માટે સામાન્ય રીતે માસિકના બારમા દિવસથી અઢારમા દિવસ સુધી દરરોજ સંબંધ રાખવો જોઈએ. કારણ કે આ દિવસોમાં સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે અને આ સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થાય તો ગર્ભ રહે છે. બાકીના દિવસોને રિલેટિવલી સેફ સમય ગણી શકાય. એટલે કે બાકીના દિવસોમાં ગર્ભ રહેવાની શક્યતાઓ પ્રમાણમાં નહિ‌વત્ હોય છે.