સેક્સમાં ઓર્ગેઝમ એટલે શું?

19 Mar, 2018

 પુરુષ માત્ર એક જ વાર ચરમસીમાએ પહોંચી શકે -ચરમસીમા સમજવી ખૂબ જ કિઠન છે -બસ, હવે વધુ નહીં’ એવી લાગણીનો અહેસાસ એટલે ચરમસીમા સમસ્યા: ડોક્ટરસાહેબ, મારી સગાઇ થઇ ગઇ છે અને ટૂંક સમયમાં જ લગ્ન થવાનાં છે. ઘણી વાર આપની કોલમમાં આવતા સવાલોમાં અને ટીવી શોમાં ચરમસીમા-ઓર્ગેઝમ વિશે વાંચેલું અને સાંભળેલું છે, તો તેના વિશે જણાવવા વિનંતી. ઉકેલ: હાથ લગાવવાથી, સ્પર્શ કરવાથી સેક્સ વિશે વિચારવાથી કામવિષયક ઇચ્છા થાય છે, જેથી મગજમાં આવેલા સેક્સના સેન્ટર ઉત્તેજિત થાય છે. તેઓ યોનિમાર્ગમાં સંદેશા મોકલવાની શરૂઆત કરે છે. કામેચ્છા થોડી વધુ પ્રબળ બને એટલે યોનિમાર્ગમાં ચિકાશ ઉત્પન્ન થાય છે અને જ્યારે કામેચ્છા વધુ તીવ્ર બને અને પરાકાષ્ઠા પર પહોંચે ત્યારે સ્ત્રી ઓર્ગેઝમ ચરમસીમાનો અનુભવ પ્રાપ્ત કરે છે. સ્ત્રીઓ ઘણી વાર એક જ વારના જાતીય સંબંધમાં બે-ત્રણ વાર ચરમસીમા અનુભવી શકે છે, કેટલીક વાર તેથી પણ વધારે. પરંતુ પુરુષ માત્ર એક જ વાર ચરમસીમાએ પહોંચી શકે છે. પુરુષમાં એક વાર ચરમસીમાએ પહોંચ્યા પછી બીજી વાર ઇન્દ્રિયમાં ઉત્તેજના આવતાં વાર લાગે છે. આ સ્વાભાવિક છે. બાકી ફિલ્મોમાં બતાવે એમ શ્વાસોચ્છ્વાસ વધી જાય, શરીર પરસેવાથી રેબઝેબ થઇ જાય એવું દરેક સ્ત્રી અનુભવે તે જરૂરી નથી. આ ચરમસીમા સમજવી ખૂબ જ કિઠન છે. જેને છીંક અનુભવેલી હોય તે જ સમજી શકે કે છીંક શું છે. દરેક સ્ત્રી જ્યારે ચરમસીમા પર પહોંચે ત્યારે યોનિમાર્ગમાં આંકુચન-સંકુચન થવા જરૂરી નથી, પણ તેને આનંદ-સંતોષની લાગણી અવશ્ય અનુભવાય છે. બાકી આકાશમાંથી તારાઓ ખરતા હોય એવા ભાસ માત્ર પિકચરમાં જ શક્ય હોય છે. ચરમસીમા વખતે સ્ત્રીને પુરુષની જેમ સ્ખલન પણ નથી અનુભવાતું અને જાતીય સંબંધ વખતે દરેક સમયે સ્ત્રી અને પુરુષ સાથે જ ચરમસીમા અનુભવે એ પણ શક્ય નથી. ટૂંકમાં આનંદની ચરમસીમાની અભિવ્યક્તિ એટલે ઓર્ગેઝમ! ‘બસ, હવે વધુ નહીં’ એવી લાગણીનો અહેસાસ એટલે ચરમસીમા. સમસ્યા: મારી ઉંમર ૩૪ વર્ષની છે અને પત્નીની ૩૦ વર્ષ. અમારે બે બાળકો છે. અનુક્રમે તેમની ઉંમર સાત અને ચાર વર્ષની છે. લગ્નને દસ વર્ષ થયેલાં છે. મારી પત્ની ખૂબ જ ધાર્મિક છે. દરરોજ પૂજા કરે, સત્સંગમાં જાય, ટીવીમાં પણ ધાર્મિક કાર્યક્રમો વધુ જુએ છે. મારી પત્ની સવારના સમયમાં સેક્સ કરવાની ચોખ્ખી ના પાડે છે. તે કહે છે કે આ સમય ધર્મની વિરુદ્ધ છે, પરંતુ મને સવારના સમયમાં જ વધારે ઉત્તેજના આવે છે. એક ડોક્ટર-સેક્સોલોજિસ્ટ તરીકે આપનું શું માનવું છે? ધર્મની દ્રષ્ટિએ સેક્સનો યોગ્ય સમય કયો છે? ઉકેલ: ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં લખેલું છે કે ‘ધર્મ, અર્થ કામેભ્યો નમ:’ એટલે કે હું ધર્મ, અર્થ (વેપાર) અને કામને વંદન કરું છું. એમણે કામને ધર્મ સમકક્ષ ગણ્યો છે, પણ કામ માટે કોઇ કામ કે સમય બંધન બતાવ્યું નથી. ભગવાન શ્રીકૃષ્ણે ‘ભગવદ્ગીતા’ના દસમા અધ્યાયમાં કહ્યું છે કે ‘પ્રજનન ચાિસ્મ કંદર્પ’ એટલે કે સૃષ્ટિ (મનુષ્ય કે પશુ)માં રહેલો કામ (પ્રજોત્પત્તિ કરવાવાળો) હું છું. વ્યક્તિ ગમે ત્યારે સવારે, બપોરે, સાંજે કે રાતે જાતીય સંબંધ રાખી શકે છે, પરંતુ તેમાં બંનેની સંમતિ હોવી જરૂરી છે કારણ કે સમભોગનો ખરો અર્થ એટલે સરખો ભાગ, સરખો આનંદ. જૂના જમાનામાં લોકોએ રાત્રિનો સમય વધુ પસંદ કર્યો હતો કારણ કે રાત્રે શીતળતા હોય, જે માનસિક શાંતિ આપે તેમ જ રાતે નીરવ શાંતિ હોય એટલે કોઇ ખલેલ ન પડે. પરંતુ વૈજ્ઞાનિક રીતે સવારનો જ સમય ઉત્તમ સમય છે કારણ કે આ સમયે લોહીમાં પુરુષત્વનું પ્રમાણ વધારે હોય છે. જેથી જ તમને આ સમયે ઉત્તેજના પણ વધુ અનુભવાય છે. રાત્રિના આરામ પછી સવારે પતિ-પત્ની બંને વધારે ફ્રેશ હોય છે. જે રીતે જમવામાં આપણને વૈવિધ્ય જોઇએ, તે જ રીતે સેક્સમાં પણ આ જરૂરી છે. એક જ વાતાવરણમાં, એક જ સમયે, એક જ જગ્યાએ, એક જ રીતે જાતીય જીવન માણવાથી લાંબા ગાળે નિરસતા અનુભવાય છે. આમ ના થાય તે માટે પણ ફેરફારો કરવા અનિવાર્ય છે. યાદ રાખવું જોઇએ કે સેક્સને કોઇ નિર્ધારિત સમયની જરૂર નથી. જરૂરત છે માત્ર યોગ્ય સ્વાસ્થ્ય, અનુકૂળ વાતાવરણ અને પરસ્પરની સંમતિની! સમસ્યા: ડૉ. સાહેબ, હું ૪૮ વર્ષનો આધેડ પુરુષ છું. અનુક્રમે ૨૦ અને ૧૨ વર્ષનાં બે બાળકોનો પિતા છું. હાલમાં ઘણું સ્વસ્થ કહેવાય એવું શરીર છે. સુગર કે પ્રેશર જેવી કોઇ બીમારી નથી. તકલીફ માત્ર એટલી છે કે સંભોગ વખતે શિશ્નમાં ઉત્થાન આવતું નથી. ઘણી વખત કોન્ડોમ પહેરતાં પહેરતાં જ ઉત્થાન ચાલ્યું જાય છે. ઘણી વખતે પત્નીના હાથના સ્પર્શથી પણ ઉત્થાન આવતું નથી. જેથી પત્નીને અસંતોષ અને નિરાશા થાય છે. જ્યારે સંભોગ ન કરવો હોય ત્યારે એની મેળે જ ઉત્થાન આવી જાય છે અને કદાચ ૧૫ દિવસ સુધી સંભોગ ન કરીએ તો સ્વપ્નદોષ પણ થઇ જાય છે. હું અને પત્ની અલગ પથારીમાં ઊંઘીએ છીએ કારણ કે મારો નાનો બાબો પત્ની સાથે સૂવે છે. મને દારૂ, તમાકુ કે બીજું કોઇ ખરાબ વ્યસન નથી. આ તકલીફનું કારણ મારી શારીરિક, માનસિક કમજોરી કે પત્નીની અજ્ઞાનતા જે હોય તે, પરંતુ આ પરેશાનીથી ખૂબ જ દુ:ખી છું. ઉકેલ: આપના પત્રની વિગતોથી લાગે છે કે ચિંતા જેવું કાંઇ નથી. જો કોઇ પુરુષને કોઇ પણ ઉંમરે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતાં, સૂતાં કે કોઇ પણ અવસ્થામાં એક પણ વાર પૂરતું ઉત્થાન આવે તો મોટે ભાગે તેને શારીરિક તકલીફની શક્યતાઓ હોતી નથી. સંભોગ પૂર્વે આપને આવતી તકલીફ કદાચ બે કારણસર હોઇ શકે : પ્રથમ તો પત્નીની જોડે સૂતો આપનો નાનો દીકરો ઘણી વાર જાગી જશે અથવા કોઇ આવી જશે એ બીકને કારણે પણ ઇન્દ્રિયમાં ઢીલાશ આવી શકે છે. બીજું કારણ નિરોધ હોઇ શકે છે. ઘણી વાર નિરોધ પહેરતી વખતે ધ્યાન બીજી તરફ જતાં પણ ઉત્તેજના ઓછી થઇ શકે છે. સેક્સ એ અદ્ભુત અનુભૂતિ છે, પણ તેના માટે યોગ્ય વાતાવરણ, સમય અને સાથીની જરૂર છે. આપનો નાનો બાળક પણ ઘણો મોટો છે. હવે તેને જુદો સુવાડવાનો આગ્રહ રાખો. નિરોધની જગ્યાએ કોપર-ટી અથવા ગર્ભનિરોધક ગોળીનો પ્રયોગ શરૂ કરો અને સેક્સને બીબાંઢાળ ન બનાવતાં તેમાં વિવિધતા-નવીનતા લાવો. થોડો સમય આમ કરી જુઓ.ફાયદો ન થાય તો યોગ્ય કવોલફિાઇડ સેક્સોલોજિસ્ટની પાસે તપાસ કરાવો. આપની તકલીફ દવાથી પણ ૧૫-૨૦ દિવસમાં દૂર થઇ જશે. રાતે ઊંઘમાં વીર્ય નીકળવું નોર્મલ છે. તે માત્ર વધારાનું વીર્ય જ છે માટે તેની ચિંતા ન કરશો. યાદ રાખો -બેડરૂમમાંથી ટીવીનો નિકાલ કરો. સાસ-બહુ ટાઇપની કાવાદાવાવાળી સિરિયલો રોમાન્સ માટે અભિશાપરૂપ છે. - ઘણી વાર બંને અંડકોષ જન્મ વખતે નીચે કોથળીમાં ઊતરતા નથી. જો આમ થયેલું હોય તો ડોક્ટરનો તુરંત સંપર્ક કરવો જરૂરી છે. વધારે સમય જવાથી ભવિષ્યમાં નપુંસકતા અને પિતા બનવામાં નિષ્ફળ થઇ શકાય છે