જાહેર ખબરમાં આવતી સેક્સ વર્ધક દવા લેવાથી ફાયદો થાય?

22 Mar, 2018

ઉંમર પ્રમાણે ઘણીવાર ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ ઓછું થઇ જાય છે. સાથોસાથ કેટલાક પુરુષોમાં પ્રોસ્ટેટ મોટી થઇ ગયેલી હોય છે. તો અમુક પુરુષોએ પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવેલું હોય છે. આ બધા કારણોથી વીર્ય સ્ખલન ઓછું થઇ જાય છે અથવા વીર્ય બહાર નીકળતું નથી. પ્રોસ્ટેટના ઓપરેશન પછી વીર્ય ઘણીવાર બહાર આવવાને બદલે મૂત્રાશયમાં જતું રહે છે. જેને મેડિકલ ભાષામાં ટિટ્રોગ્રેડ ઇન્જેકયુલેશન કહેવામાં આવે છે. આમાં પુરુષને પરાકાષ્ઠાનો અનુભવ ચોક્કસ થાય પરંતુ વીર્ય બહાર આવતું હોતું નથી. તમારે અમુક લોહીની તપાસ જેવી કે ટેસ્ટોસ્ટેરોન, પ્રોલેક્ટિન, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન વગેરે કરાવવી જોઇએ.

 
સાથે પ્રોસ્ટેટ માટેની સોનોગ્રાફી પણ કરાવવી જોઇએ. આ બધા રિપોર્ટ જોયા પછી જ કોઇ દવાની સલાહ આપી શકાય. સેક્સ માટેની દવાઓની જાહેરાતો લોકોના આ વિષયના અજ્ઞાનનો ફાયદો ઉઠાવતી હોય છે અને ઘણીવાર આડઅસર પણ કરતી જોવા મળે છે. ટૂંકમાં પૂરતી તપાસ વગર કોઇપણ દવા લેવી હિતાવહ નથી.