સેક્સનો સૌથી વધુ આનંદ ઉઠાવો છે? તો જરૂરથી વાંચો

23 Mar, 2018

 -સારી ઊંઘ પુરુષોમાં ટેસ્ટોટેરોનનું પ્રમાણ વધારે છે

ખબર પુરુષોને થોડી ચિંતિત કરી શકે છે જે ખુબ ઓછો સમય ઊંઘે છે. શોધમાં વાત સામે આવી છે કે ઊંઘ પૂરી કરનારા પુરુષોની સેક્સુઅલ ક્ષમતા ઓછી થઈ જાય છે.

શોધ પ્રમાણે જે પુરુષો એક દિવસમાં પાંચ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના વીર્યમાં ઊંઘ પુરી કરનાર વ્યક્તિઓની સરખામણીએ શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય છે.

જરનલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન દ્વારા 24 વર્ષના 10 યુવકો પર શોધ કરવામાં આવી હતી. તેમાં પહેલાં ત્રણ દિવસ યુવકોને 10 કલાકની ઊંઘ લીધી હતી અને બાદમાં આઠ દિવસ સુધી માત્ર 5 કલાકની ઊંઘ લીધી હતી તે દરમિયાન ડૉક્ટર્સે બધાના લોહીના નમુનાની તપાસ કરી હતી.

 તપાસમાં જાણવા મળ્યું હતું કે પહેલા ત્રણ દિવસ યુવકોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સામાન્ય અને હેલ્ધી હતું જ્યારે ઊંઘની કમીને કારણે સ્તર ઘટી ગયું હતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે આપની ઊંઘની કમી આપની સેક્સ લાઈફને અસર પહોંચાડી શકે છે.