Entertainment

Selfie from Hell

 જો તમે પણ મોબાઇલમાં સેલ્ફી ખેંચવાના શોખીન છો તો આ ડરામણો વીડિયો જરૂર જુઓ. ‘સેલ્ફી ફ્રોમ હેલ’ના ટાઇટલ સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેને એક જર્મન યુ-ટ્યુબ ચેનલે અપલોડ કર્યો છે.

 
શું છે વીડિયોમાં?
એક મિનિટ 41 સેકન્ડના આ વીડિયોમાં એક છોકરીને બતાવી છે જે પોતાના બોયફ્રેન્ડ માટે મોબાઇલ પર સેલ્ફી ખેંચવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દર વખતે સેલ્ફીમાં કોઇ અજાણી વ્યક્તિની તસવીર કેદ થઇ જાય છે. આગળ શું થાય છે તે જાણવા તમારે વીડિયો જોવો પડશે.
 
એકેડેમિક થીસિસ માટે બનાવ્યો વીડિયો
હોરરબઝ વેબસાઇટના કહેવા પ્રમાણે, એક એકેડેમિક થીસિસ માટે આ વીડિયો બનાવ્યો હતો જેને ત્રણ દિવસમાં શૂટ કરવામાં આવ્યો છે અને પાંચ દિવસમાં તેનું પોસ્ટ પ્રોડક્શન પુરુ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ વીડિયો 28 લાખ વખત જોવાઇ ચૂક્યો છે.
Source By : Divya Bhaskar

Releated Post