શાળાનાં વિદ્યાર્થીઓએ જુના મોબાઇલને સીસી ટિવી કેમેરામાં ફેરવ્યા

14 Oct, 2017

વર્તમાન સમયમાં નવી ટેકનોલોજી સતત વિકાસ પામી રહી છે સમયાંતરે નવા-નવા મોબાઇલ બહાર પાડી રહ્યા છે ત્યારે જુના મોબાઇલની કિંમત આવતી નથી અને આવા સ્માર્ટફોન ઘરમાં પડ્યા રહે છે. આ સ્માર્ટફોનને સીસીટીવી કેમેરામાં ફેરવી નાંખવામાં આવે તો આપણા ઘર, ઓફિસ કે શાળામાં મુકી શકાય અને તેનો સીસીટીવી કેમેરા તરીકે ઉપયોગ કરી શકીએ.

જૂનાગઢ તાલુકાનાં માંડણપરા ગામની પ્રાથમિક શાળાનાં છાત્રએ સ્માર્ટ ફોનને સીસીટીવી કેમેરામાં ફેરવ્યો છે. વિજ્ઞાન મેળામાં આ કૃતિ રજુ કરી હતી. જે જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાને આવી છે. હવે રાજ્યકક્ષામાં કૃતિ મુકાશે. શાળાનાં અજય કિશોરભાઇ મહીડા અને પુજા અમરીશભાઇ મકવાણાએ આ કૃતિ બનાવી છે. આ સિધ્ધી બદલ ભાનુબેન, મધુબેન, હર્ષિદાબેન, ચેતનભાઇ પરમાર વગેરેએ અભિનંદન પાઠવ્યા છે.