કિક ફિલ્મની સિક્વલમાં પણ સલમાન ખાન દેખાશે

21 Nov, 2014

બોલિવૂડના સ્ટાર અભિનેતા સલમાન દબંગની સિક્વલમાં સફળતા મેળવ્યા બાદ હવે કિક ફિલ્મની સિક્વલમાં ભૂમિકા ભજવશે. તેણે દબંગ સિવાય એક પણ ફિલ્મની સિક્વલમાં ક્યારેય કામ કર્યું નથી પણ કિક-૨માં તે કામ કરવા માટે રાજી થઈ ગયો છે. આ ફિલ્મના લેખક સાજિદ નડિયાદવાલા ખૂબ જ જલદીથી આ ફિલ્મની સ્ટોરી લખવાનું શરૂ કરી દેશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કિક સલમાનની કેરિયરમાં સૌથી વધુ કમાણી કરવાવાળી ફિલ્મ ગણાય છે, કારણ કે તેણે બોક્સઓફિસ પર અત્યાર સુધી ૨૩૪ કરોડ રૂપિયા કમાયા છે અને સલમાનની અગાઉની ફિલ્મ એક થા ટાઇગરને પાછળ છોડી દીધી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હવે કિકના લેખક સાજિદ નડિયાદવાલાના દોસ્ત અને ફિલ્મવિતરક કિક-૨ને આગળ વધારવા કહી રહ્યા છે, કારણ કે તેનાથી સારી કમાણી થવાથી શક્યતા છે.