સલમાન ખાનની થઈ ધરપકડ, પડી થપ્પડ

08 Jan, 2015

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની પાકિસ્તાન આર્મીની સીમામાં ઘૂસવાના ગુનામાં ધરપકડ કરી લેવામાં આવી છે. એટલું જ નહીં પાકિસ્તાન આર્મીના એક જવાને તેના ગાલ પર થપ્પડ પણ મારી છે અને સલમાન ખાનનો કોલર પકડી તેની સાથે લઈ ગયો છે.

આ આખી ઘટના વાંચી તમે ડરી જાઓ તે પહેલાં જણાવી દઈએ કે આ ખરેખરમાં નથી બન્યું પણ કબીર ખાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ના ફિલ્મનો એક સીન છે.

મંડાવા સ્થિત સ્નેહીરામ લડિયા હવેલી અને તેની આસપાસની હવેલીઓ વચ્ચે આ દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું છે. જેમાં એક ગલીમાં બે ઉંટ ઉભા છે. સલમાનના ગળામાં એક બેગ લટકે છે. ગલીમાં મહિલાઓ અને પુરૂષોનું આવન-જાવન ચાલુ છે.

તે સમયે પાકિસ્તાની આર્મીના એક ચીફ આવે છે. અને ગલીમાં ઉભેલા બજરંગી (સલમાન ખાન)ની પૂછપરછ કરે છે. બજરંગીનાં બેગમાં કંઈ શંકાસ્પદ લાગે છે તેથી તેની ધરપકડ કરી તેને ઝપટ મારી લઈ જાય છે.

આ શોટના 5થી 6 વખત રિટેક થયા છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત કરિના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દિકી મુખ્ય રોલ અદા કરે છે.