Salman Khan ની રાજકોટમાં દબંગ એન્ટ્રી, ગાડીઓના કાફલા સાથે ગોંડલ રવાના.

21 Feb, 2015

બોલિવૂડના દબંગ ખાન રાજકોટ અને ગોંડલની ગલીઓમાં જોવા મળી રહ્યો છે. સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયોં’ના શૂટિંગ માટે ગોંડલમાં 15 દિવસ રોકાણ કરવાનો છે. અહીંયા તેની સાથે અનુપમ ખેર પણ હતા.

સલમાન અને તેની ટીમ ગોંડલમાં ફિલ્મના શૂટિંગ માટે આવી પહોંચી હતી. સલમાન ખાન રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરતાની સાથે જ તેના ચાહકોએ બુમો અને ચીચીયારીઓ સાથે વેલકમ કર્યું હતું. સલમાનની ભારે સુરક્ષા હોવાથી ચાહકોને તેની એક ઝલક જોવા પણ મળી નહોતી. આ ફિલ્મમાં સલમાનની સાથે સોનમ કપૂર અને અનુપમ ખેર પણ જોવા મળશે.

Loading...

Loading...