સલમાને હિલ્ટનના ગળામાં પહેરાવી દીધો 25 લાખનો હાર

11 Dec, 2014

બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલમાં ભારતમાં જ નહિં પણ દુનિયામાંનાં મોટા મોટા સ્ટાર્સમાં પોતાની ફિમેલ ફેન ફોલોઈંગ વધારી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસથી માંડી

હોલિવૂડ એક્ટ્રેસ ઘણી વખત સલમાન ખાન સાથે જોવા મળે છે. આ બધા વચ્ચે હાલમાં જ સલમાન ખાન પેરિસ હિલ્ટન સાથે નાચતો અને મસ્તી કરતો નજર આવ્યો હતો.

એટલું જ નહીં તેણે સિંગર મિકા સિંહના ગળામાંથી એક હીરાનો હાર કાઢી સીધો પેરિસ હિલ્ટનનાં ગળામાં પહેરાવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, પેરિસ હિલ્ટન પૂણેમાં એક વેપારીનાં જન્મ દિવસની પાર્ટીમાં આવી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન અને મિકા સિંહ પણ હતાં. હિલ્ટને પાર્ટીમાં સલમાન સાથે કેટલાંક ફોટો પણ ખેચાવ્યાં હતાં.