સૈફ અને સોનાક્ષી સૌથી ભંગાર કલાકાર, મળ્યો 'ઘંટા એવોર્ડ'

12 Mar, 2015

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં દર વર્ષે મોટી સંખ્યામાં ફિલ્મો બનતી હોય છે, સારી ફિલ્મોના દેશની સાથે વિદેશોમાં પણ વખાણ થાય છે, તેને એવોર્ડ પણ મળતા હોય છે, પરંતુ કેટલાક એવોર્ડ એવા પણ છે જે સાવ બકવાસ એક્ટિંગ અને ફિલ્મ માટે આપવામાં આવે છે. આવા જ એક એવોર્ડનું નામ છે, 'ઘંટા એવોર્ડ'.

વર્ષ 2014 માં આ એવોર્ડ કોને-કોને પ્રાપ્ત થયા છે, તેના પર આવો નજર કરીએ.

 •     સૌથી ભંગાર એક્ટર - સૈફ અલી ખાન
 •     સૌથી ભંગાર એક્ટ્રેસ - સોનાક્ષી સિંહા
 •     સૌથી ભંગાર ડાયરેક્ટર - ફરાહ ખાન (ફિલ્મ 'હેપ્પી ન્યૂયર' માટે)
 •     બકવાસ એક્ટિંગ માટે (મેલ) - રિતેશ, સૈફ અલી ખાન અને રામ કપૂરને ફિલ્મ 'હમશકલ્સ' માટે
 •     બકવાસ એક્ટિંગ માટે (ફિમેલ) - સોનાક્ષી સિંહાને ફિલ્મ 'હૉલિડે' અને 'એક્શન જેક્શન' માટે
 •     કોઈ રોલમાં સૌથી વધુ મિસફિટ - સોનમ કપૂરને ફિલ્મ 'ખૂબસૂરત' માટે
 •     સૌથી ભંગાર કપલ - અર્જુન કપૂર અને રણવીર સિંહ (ગુંડે ફિલ્મ માટે)
 •     સૌથી ભંગાર સહ કલાકાર - કમાલ ખાન (કેઆરકે) 'એક વિલન' ફિલ્મ માટે
 •     સૌથી વિવાદાસ્પદ વિવાદ - દિપીકાના ક્લીવેજ મામલે અંગ્રેજી અખબાર સાથેનો વિવાદ
 •     વર્ષની સૌથી ભંગાર શરૂઆત - મીકા સિંહ અને શાન (બલવિંદર સિંહ ફેમસ હો ગયા)
 •     કોઈએ આ ફિલ્મ ન જોઈ - 'ઢિંસ્કિંયા'
 •     સૌથી બેકાર બ્રાંડ એમ્બેસેડર ફોર એડ - વિવેક ઑબેરોય 'સ્વચ્છ ભારત અભિયાન' માટે
 •     સૌથી ખરાબ ગીત - હિમેશ રેશમિયાનું ગીત 'આઈસ્ક્રીમ ખાઓગી' (ફિલ્મ ધ એક્સપોઝ માટે)
 •     એક્ટિંગ ઝીરો પણ સેક્સી - સોનાક્ષી સિંહા ફિલ્મ 'હોલિડે' માં બોક્સરના રોલમાં

Loading...

Loading...