બ્યુટી કોન્ટેસ્ટ માટે Microsoftએ તૈયાર કર્યા રોબોટ, કહી દેશે ત્વચાની ઉંમર!

06 Jan, 2016

 તમે આ વાક્ય તો સાંભળ્યું જ હશે, કે માણસોથી ભૂલ થાય છે પણ મશીન ક્યારેય ભૂલ નથી કરતું. (સિવાય કે તેમાં કોઇ ટેક્નિકલ એરર થઇ હોય) આ મશીન એટલે કે રોબોટ, ભલે તેનું ક્રિએશન અને જન્મદાતા માણસ હોય પરંતુ તેમાં ફિટ કરવામાં કોડ ક્યારેય માણસો જેવી ભૂલ નથી કરતા. 

 
હાલમાં જ યોજાયેલા મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ વિશે તમને ખ્યા જ હશે. જેમાં ભૂલથી મિસ કોલ્બિયાને મિસ યુનિવર્સ ઘોષિત કરવામાં આવી હતી. આ પ્રકારની ભૂલથી બચવા માટે હવે બ્યૂટી કોન્ટેસ્ટ રોબોટ જજ કરશે. જી હાં, Beauty.aiએ આ જ પ્રકારની સૌંદર્ય સ્પર્ધાની શરૂઆત કરી છે જ્યાં જજ તરીકે રોબોટ બેઠા હશે. (Miss Universeમાં થયેલા ફિયાસ્કા બાદ Miss Colombiaએ આપ્યો જવાબ)
 
આ રોબોટને Microsoft અને Nvidia મળીને બનાવ્યા છે. આ ઇન્ટરફેસને બસ ખાસ એપથી લેવામાં આવેલી સેલ્ફીની. ત્યારબાદ આ રોબોટ આ સેલ્ફીનું વિશ્લેષણ પોતાના કોડ્સની મદદથી કરીને સૌથી સારી સેલ્ફી સિલેક્ટ કરશે. એટલું જ નહીં, આ રોબોટ પોતાના કોડ્સની મદદથી સ્કિન એજીંગ વિશે પણ જાણકારી મેળવી લેશે. તેનો અર્થ એ થયો કે રોબોટ દરેક પ્રકારની બ્યુટીને જજ કરવા માટે સક્ષમ છે.