Review: એક્શન-જેક્શન

05 Dec, 2014

આજે એક્શન-જેક્શન રિલીઝ થઈ ગઈ છે. વીકએન્ડમાં તમે આ ફિલ્મ જોવા જવાનું પ્લાન કરતાં હોવ તો તમારે જાણી લેવુ જોઈએ કે આ ફિલ્મ જોવા જેવી છે કે નહિ. પ્રથમ તો મહત્વની વાત કરી દઈએ કે આ ફિલ્મમાં સહેજ પણ મગજ લગાવવાની જરૂર નથી. આ ફિલ્મ 183 મીનિટ એટલેકે પૂરા 3 કલાક સુધી સહન કરવી પડે તેવી છે.

એક્શન જેક્શનમાં અજય દેવગણના ડાન્સ મુવ્ઝ ખૂબ વીચીત્ર છે, જે તમને હસવા માટે મજબૂર કરી દેશે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હાની પણ એક અનોખી કહાની છે. સોનાક્ષી જ્યારે પણ અજય દેવગણને પેન્ટ વગર દેખે છે ત્યારે તેની લાઈફમાં કંઈકને કંઈક સારુ થાય છે. ફિલ્મમાં અજય વિશીનો રોલ કરી રહ્યો છે. વિશીને એક વખત પેન્ટ વગર દેખે છે ત્યારે તેને તેની કંપનીમાં પ્રમોશન મળી જાય છે. હવે તે એક અમેરિકન છોકરા સાથે લગ્ન કરવા માગતી હોય છે અને તેથી તે વિશીને પેન્ટ વગર દેખવા માટે ખૂબ ઉત્સુક હોય છે.

વિશી એક લોકલ ગુન્ડો છે. જે લોકોને માર્યા કરે છે અને ધમકાવ્યા કરે છે. સોનાક્ષીનું નામ આ ફિલ્મમાં ખુશી છે. તે ઘણાં પ્રયત્નો પછી પણ વિશીને પેન્ટ વગર જોઈ નથી શકતી અને અંતે તેને વિશી સાથે જ પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં બહુ જ એક્શન છે અને હિરોના બહુ જ ભારે ભરખમ ડોયલોગ્સ છે. ફિલ્મમાં ક્યાંક ક્યાંક કોમેડિ જોવા મળે છે. અંતે આ ફિલ્મમાં પ્રભુદેવાની જ ફિલ્મ રાઉડી રાઠોરની પણ છાંટ જોવા મળી રહી છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં હલકુ-ફુલકુ જોવા મળે છે.

ફિલ્મના સેકન્ડ હાફથી AJની એન્ટ્રી થાય છે. જે ફિલ્મમાં અંડર વર્લ્ડ ડોન આનંદ રાજનો રાઈટ હેન્ડ હતો. ડોન તેની બહેન મરીનાની AJ સાથે લગ્ન કરાવવા માગતો હોય છે.તેથી તે ડોનના રાઈટ હેન્ડ વાળી નોકરી છોડી દે છે. યામી ગૌતમને AJ પહેલેથી જ પ્રેમ કરતો હોય છે અને મરીના પણ તેને કોઈ પણ કિંમતે મેળવવા માગતી હોય છે. ફિલ્મમાં મરીના જ્યારે પણ સ્ક્રિન પર દેખાય છે ત્યારે બેકગ્રાઉન્ડમાં કોઈ છોકરીના હસવાનો અવાજ આવ્યા કરે છે.

પ્રભુદેવાની ફિલ્મનો ક્લાઈમેક્સ પણ 60 મીનિટનો છે. આ સમગ્ર સીનને દેખીને તમે એક બાજુ આશ્ચર્ય ચકિત થઈ જશો જ્યારે બીજી બાજુ પોતાની જાતને મુર્ખ પણ સમજશો. હકીકતમાં ફિલ્મમાં બે એક્શન-જેક્શન છે. અસલી એક્શન જેક્શન નકલી AJને બેંગકોક મોકલી દે છે. જેથી તે બંને ભેગા થઈને તે ડોન અને તેની બહેનને સંભાળી શકે. ફિલ્મની અંતમાં ખબર પડે છે અસલી વાળો AJ નકલી છે અને નકલી વાળો અસલી છે.

ફિલ્મમાં 10 લાખ ગોળીયોથી બચ્યા પછી, 1 લાખ લોકોથી પીટાયા પછી અને 56,000 લોકોને જીવથી માર્યા પછી AJને ફર્સ્ટ ગોળી વાગે છે અને ત્યારે પણ તેને પીડા નથી થતી. જો તમે તમારા મિત્રો સાથે મોજ-મસ્તી કરવા અને ફિલ્મની પેટભરીને ખોદણી કરવી હોય તો તમે આ ફિલ્મ જોઈ શકો છો, નહિં તો આ ફિલ્મ ભુલથી પણ ના દેખવી જોઈએ.