Entertainment

Review: દમ વગરની છે નાનાની 'અબ તક છપ્પન-2'

મૂવી:  અબ તક છપ્પન 2
નિર્દેશક: એઝાઝ ગુલાબ
સ્ટાર કાસ્ટ:  નાના પાટેકર, ગુલ પનાગ, આશુતોષ રાણા, મોહન અગાશે, વિક્રમ ગોખલે, રાજ જુત્શી
સમય:  105 મિનિટ
સર્ટિફિકેટ : U/A
રેટિંગ: 2 સ્ટાર

સિલવર સ્ક્રિન પર નાના પાટેકર લાંબા સમય બાદ પાછો ફર્યો છે. નાના પાટેક એટલે ચોટદાર સંવાદ, ગુંડાઓ સાથે ફાઇટિંગ અને હાથમાં બંદૂક. મગજ છટકે એટલે એનકાઉન્ટરની ખુલ્લી છૂટ. કંઇક આ મિજાજ સાથે આજે રિલીઝ થઇ ફિલ્મ 'અબ તક છપ્પન 2'. નાના પાટેકરનો આ ફોર્મૂયા અત્યાર સુધી હિટ રહ્યો છે. પણ આ વખતે તેમનો જાદૂ ચાલ્યો નથી. એટલું જ નહિં, નાનાની એક્ટિંગ સીવાય ફિલ્મમાં કંઇ જ ખાસ નથી.

વાર્તા:
ફિલ્મ 'અબ તક છપ્પન'ની સીક્વલ છે. તેથી વાર્તા તે રીતે જ આગળ વધે છે જ્યાં પહેલી ફિલ્મ પૂર્ણ થાય છે. એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સાધુ અગાશે (નાના પાટેકર) હવે પોલીસની નોકરી છોડીને તનાં દીકરા સાથે દૂર ગામ ચાલ્યો જાય છે. ત્યાં એકદમ સરળ જીવન જીવે છે. માછલીઓ પકડે છે. ભોજન બનાવે છે અને દીકરાને સંગીતનો શોખ છે તો પોતે પણ મ્યૂઝિક શીખવાનો પ્રયાસ કરે છે. ગામનાં નાના બાળકો સાથે લખોટીઓ રમતો જોવા મળે છે.  જોકે, હજી તેનો ગુનાને જડમૂળથી નષ્ટ કરનારો જીવ છે જ. તેથી જ ફી એક વખત સરકાર તેને બોલાવે છે.
ઘણી આનાકાની બાદ આખરે સાધુ માની જાય છે. અને એન્કાઉન્ટર સ્ક્વોડ હેડ બને છે. હવે એક તરફ સરકારી તંત્ર છે અને બીજી તરફ મંત્રીઓ અને નેતા. પોલીસ ગુનેગારો સાથેનાં એક્શનમોડ આવે છે અને ફિલ્મમાં બોલિવૂડ અંદાજ જોવા મળે છે. ફિલ્મમાં એક ક્રાઇમ રિપોર્ટર શાલૂ દીક્ષિત (ગુલ પનાગ) છે જે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સાધુના જીવન પર રિસર્ચ કરી બૂક લખવા ઇચ્છે છે. એન્કાઉન્ટર સ્ક્વોડમાં સૂર્યકાંત (આશુતોષ રાણા) પણ છે. જેને સાધુ તેનાં બોસ તરીકે જરાં પણ પસંદ નથી.

કેમ જોવી ફિલ્મ?
જો આપ નાના પાટેકર, આશુતોષ રાણાનાં ફેન છો તો આ ફિલ્મ જોવી તમને ગમશે.

કેમ ન જોવી?
આ નાના પાટેકરની સૌથી નબળી વાર્તા ધરાવતી ફિલ્મ છે.  તેમાં એવું કંઇ જ નથી જે આપે પહેલાં ન જોયું હોય. કેટલાંયે સંવાદ એવા છે જેને બીપની સાથે બંધ કરી દેવામાં આવ્યાં છે. જે ચાલુ ફિલ્મે ડાયલોગનો મૂડ મારી દે છે. ફિલ્મને સ્પિડમાં લાવવા બધુ એટલું ફટાફટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તેને કારણે જોનારાને મઝા ન આવે. જો આપ 'પ્રહાર', 'પરિંદા','ક્રાંતિવીર', 'તિરંગા' વાળા નાના પાટેકરને જોવા જતા હશો તો તમે નિરાશ થશો.

Source By : Sandesh

Releated Post