લગ્ન પછી કેમ શારીરિક સંબંધો ની જરૂર પડે છે ? શું છે એની પાછળ નું કારણ ?

05 Feb, 2018

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો પ્રશ્ન સામે આવીને ઊભા થઈ જાય છે કે શું લગ્નજીવન માટે શારીરિક સંબંધ જરૂરી છે? અંતરંગ સંબંધોની લગ્ન જીવન પર કેવી અસર પડે છે? શું સંબંધોની સફળતા અને નિષ્ફળતા માત્ર અને માત્ર તેના પર જ નિર્ભર કરે છે? શું સંબંધો તેના વિના ખતમ થઈ જશે? શારીરિક સંબંધોને લઈને દરેકની પોતાની વિચારસરણી હોય છે. મૂળ રૂપથી તે પ્રેમ દર્શાવવાની એક રીત છે. જ્યારે બે લોકો એકબીજા પર સંપૂર્ણપણે વિશ્વાસ થઈ જાય છે અને તેમની વચ્ચે વિશ્વાસ કાયમ થઈ જાય છે, તેના પછી જ શારીરિક સંબંધ માટે આગળ વધી શકે છે.

 
અમે તમને જણાવીશું આખરે શા માટે લગ્ન પછી શારીરિક સંબંધ જરૂરી છે...
 
1. પ્રેમ દર્શાવવાનું માધ્યમ
 
કોઈ પણ સંબંધ માટે શારીરિક સંબંધ અથવા પછી અંતરંગ સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ પ્રેમ દર્શાવવાની ખૂબ જ કારગર રીત છે. કાયમ એવું જોવામાં આવ્યું છે કે જે સંબંધોમાં સેક્સનો અભાવ હોય છે તેમાં ખૂબ જલ્દી તિરાડ પડી જાય છે અથવા પછી કપલ્સની વચ્ચે નાના-મોટા વિવાદ થઈ જાય છે.
 
2. રસ દર્શાવવાની રીત
 
સેક્સુઅલ લાઇફ દ્વારા એ પણ જાણ થાય છે કે પાર્ટનર્સની વચ્ચે કેવી અંડરસ્ટેંડિંગ છે. તેઓ એકબીજામાં કેટલો ઇન્ટરેસ્ટ રાખે છે અને એકબીજા માટે શું વિચારે છે. કોઈ પણ કપલની સેક્સ લાઇફ તેમના વચ્ચેના વિશ્વાસનું પ્રતીક હોય છે.
 
3. તણાવ દૂર કરવા અને ઝઘડાને ઉકેલવામાં
 
કેટલાય શોધમાં આ વા સાબિત થઈ ચૂકી છે કે સેક્સ તણાવ ઓછો કરે છે. એવામાં શારીરિક સંબંધ તણાવ ઓછો કરવાની સાથે જ નાના-મોટા ઝઘડાને ઉકેલવામાં પણ મદદગાર હોય છે.
 
4. અસરુક્ષાની ભાવના ઓછી કરવા માટે
 
સેક્સુઅલ લાઇફથી પાર્ટનર્સની વચ્ચે વિશ્વાસ વધે છે અને તેમનામાં એકબીજા પ્રત્યે જો કોઈ અસુરક્ષાની ભાવના છે તો તે પણ દૂર થઈ જાય છે.
 
5. સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ
 
કેટલાય શોધમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે હેલ્ધી લાઇફ માટે સેક્સ ખૂબ કારગર હોય છે. સેક્સ પછી જે હોર્મોન બને છે તે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. આ દરમિયાન એક મિનિટમાં અંદાજિત 5 કેલેરી બર્ન થાય છે, જેનાથી આ ઘણા અંશે એક્સરસાઇઝ કરવા જેવા ફાયદા આપે છે.

Loading...

Loading...