Health Tips

નિયમિત રીતે થતું સેક્સ, મટાડી શકે છે તમારી અનેક સૌંદર્ય સમસ્યાઓ

 બેસ્ટ હાર્ટ હેલ્થ, વધેલી ઇમ્યૂનિટી - આવા તો સેક્સના અનેક હેલ્થ રિલેટેડ ફાયદાઓ વિશે તમે ચોક્કસ સાંભળ્યું જ હશે. ખુશી, સારું

સ્થ્ય્ અને રિપ્રોડક્સન જ માત્ર એ વસ્તુઓ નથી જે આપણને સેક્સ દ્વારા મળે છે. શું તમને ખબર છે કે સેક્સથી તમારી બ્યૂટિને પણ ઘણાં લાભ થાય છે ? આવો આજે એ જાણીએ કે બેડરૂમમાં પાર્ટનર સાથે વિતાવેલી કેટલીક ક્ષણોથી તમને મળશે બ્યૂટિફૂલ સ્કિન અને હેર.

1. મેળવો ગ્લોઈંગ સ્કિન - કોઈપણ સેક્સ્યુઅલ એક્ટિવિટી, તમારા હાર્ટને એક્સાઈટેડ કરે અને એના લીધે શરીરમાં લોહી પમ્પ કરવા લાગે છે. શરીરમાં લોહીની ક્વૉન્ટિટી વધવાને લીધે તમારી સ્કિનને મળે છે વધારે પ્રમાણમાં ઓક્સીજન અને પરિણામ સ્વરૂપ તમારી સ્કિનમાં નેચરલ શાઈન(કુદરતી ચમક) આવી જાય છે. તેથી જ હવે જ્યારે તમારા પાર્ટનર તમારી ગ્લોઈંગ સ્કિનના વખાણ કરે તો માની જ લેજો કે એ સાચું બોલી રહ્યાં છે.

2. કરચલીઓ ઘટશે - હા હા, તમે સાચું જ વાંચી રહ્યાં છો કે તમારા ચહેરાની કરચલીઓ ઘટવાનું કારણ મોંઘીદાટ ક્રિમ નહીં પણ સેક્સ છે. સ્ટ્રેસ અને એન્ટી - સ્ટ્રેસ હૉર્મોન આપણાં શરીરમાં હોય છે, એટલું જ નહીં આ બંને એકબીજાની સાથે અથડાયા કરતાં હોય છે. આ સ્ટ્રેસ હૉર્મોનને થોડાં વખત માટે રિલેક્સ કરીને તમે આમની ફાઈટિંગને પોઝિટિવ સાઈડમાં લઈ જઈ શકો છો. આની સીધી અસર એ થશે કે તમારી સ્કિનની કરચલીઓ ઝડપથી ઓછી થઈ જાય છે.

3. ડ્રાય સ્કિનને કહો બાય બાય - સ્કિનમાં ઓક્સીજનની જરૂરિયાત પૂરી થવાની સાથે સાથે સેક્સ દરમિયાન થોડો ઘણો પરસેવો પણ થતો હોય છે. આ પરસેવામાં લુબ્રિકેટિંગ ઓઈલ અને નેચર  મોઈશ્ચરાઈઝર હોય છે, જે તમારી સ્કિનને મોઈશ્ચરાઈઝ કરે છે. નેચરલ મોઈશ્ચરાઈઝર અને ઓક્સીજનનું વધેલું પ્રમાણ, આ બંને મળીને તમારી સ્કિનને ફ્રેશ અને લવેબલ બનાવે છે.

4. વાળને શાઈની બનાવે છે - જી હા, આ માત્ર હાર્મોન્સની જ વાત છે. હાર્મોન્સ તમને માત્ર સેક્સ માટે જ એક્સાઈટેડ નથી કરતાં પરંતુ લાંબા સમય સુધી તમારા વાળની ચમક પણ જાળવી રાખે છે. રિસર્ચથી સાબિત થઈ ચૂક્યું છે કે સેક્સ, બૉડીમાં ન્યુટ્રિએન્ટ્સનો રિસીવ કરવાની ક્ષમતાને વધારીને બૉડીના મેટાબોલિઝમને વધારે સારું બનાવે છે. જેના પરિણામે તમારા વાળમાં શાઇનિંગ આવે છે.
 

 

5. ખીલથી મળશે છુટકારો - જેવું કે અમે પહેલાં જ લોકોને કહી ચૂક્યાં છીએ કે આ બધી કમાલ હાર્મોન્સની છે. તમને થતાં ખીલમાં એક્ને (ખીલ) ટ્રિટમેન્ટ અને ક્રિમ એટલો ફાયદો નહીં કરાવે જેટલો ફાયદો સેક્સથી થશે.  આ બૉડીમાં હાર્મોન્સને બેલેન્સ કરીને ખીલથી છુટકારો અપાવે છે.
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post